નવી દિલ્હીઃ ભારતમાં ડિજીટીલ ઇન્ડિયાનો સમય ચાલી રહ્યો છે. મોટાભાગના લોકો આજકાલ પોતાનુ કામ ડિજીટલ માધ્યમથી જ કરી રહ્યાં છે. ડિજીટલ ઇન્ડિયાના સમયમાં બેન્કમાં ખાતુ ખોલાવવુ પણ એકદમ સરળ બની ગયુ છે. હવે લોકો ઓનલાઇન માધ્યમથી ઘરે બેસીને પણ બેન્ક ખાતુ ખોલાવી શકે છે. હવે લોકો ઓનલાઇન માધ્યમથી ઘરે બેસીને જ બેન્ક ખાતુ ખોલાવી તો લે છે પણ તે એકાઉન્ટને મેઇન્ટેન નથી કરતા.
બેન્કમાં ખોલાવેલા ખાતામાં કેટલાક ટ્રાન્ઝેક્શન નથી કરતા. આમ નના કરવાથી બેન્ક એકાઉન્ટ ઇનએક્ટિવ થઇ જાય છે. ખરેખરમાં પોતાના એકાઉન્ટમાંથી ટ્રાન્ઝેક્શન ના કરવાના કારણે જ બેન્ક તે લોકોના ખાતાને ઇનએક્ટિવ કરી દે છે. આજે અમે તમને બતાવી શું બેન્ક કઇ રીતે તમારા ખાતને ઇનએક્ટિવ કરી દે છે.
કઇ રીતે ઇનએક્ટિવ થઇ જાય છે બેન્ક ખાતુ-
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના દિશા-નિર્દેશો અનુસાર જો તમારુ સેવિંગ કે કરન્ટ એકાઉન્ટમાં બે વર્ષ સુધી કોઇ લેવડદેવડ નથી થતી, તો બેન્ક દ્વારા તે એકાઉન્ટ કે ખાતાને ઇનઓપરેટિવ ખાતામાં નાંખી દેવામા આવે છે. ઇનઓપરેટિવ ખાતમાં ગયા બાદ તમારુ એકાઉન્ટ ઇનએક્ટિવ થઇ જાય છે.
જો તમારુ ખાતુ દસ વર્ષ સુધી ઇનઓપરેટિવ ખાતામાં રહે છે, અને તેમાંથી કોઇ લેવડદેવડ નથી કરવામાં આવતી તો તમારા તે એકાઉન્ટમાં જમા પૈસા અને તેનુ વ્યાજ Education and Awareness Fundમાં ટ્રાન્સફર કરી દેવામા આવે છે. બેન્ક આ પ્રક્રિયા પહેલા ગ્રાહકને આની સૂચના પણ આપી દે છે.
શું છે સલાહ-
જો તમારી પાસે પણ બેન્ક એકાઉન્ટ છે તો તમે આ વાતનુ ધ્યાન રાખો કે તમે તેમા નિયમિત સમયે ટ્રાન્ઝેક્શન કરતા રહો, અને ખાતુ તમારા ઉપયોગમાં નથી આવી રહ્યું તો તેને બંધ કરાવી દો. આ ઉપરાંત જો તમારુ કોઇ ખાતુ બેન્ક દ્વારા ઇનએક્ટિવ કરી દેવામાં આવે છે તો તરતજ તમારી બેન્કની બ્રાન્ચમાં સંપર્ક કરો અને તે ખાતાને ફરીથી એક્ટિવ કરાવી લો.