કેન્દ્રીય પ્રત્યક્ષ બોર્ડ (સીબીડીટી)એ એક આદેશમાં કહ્યું છે કે, ઇલેક્ટ્રોનિક રીતે ભરવામાં આવેલ મોટી સંખ્યામાં આવકવેરા રિટર્ન હજુ પણ પેન્ડિંગ છે. તેનું કારણ આઈટીઆર-5 (વેરિફિકેશન) ફોર્મ સંબંધિત કરદાતાઓ દ્વારા સેન્ટ્રલાઈઝ્ડ પ્રોસેસિંગ સેન્ટર (સીપીસી) બેંગલુરુ ન મોકલવાનું છે. આદેશ અનુસાર સમય પર આઈટીઆર-5 જમા ન કરાવવાથી રિટર્ન ‘ન ભરાયેલ’ એટલે કે અમાન્ય ગણવામાં આવે છે. તેની સાથે જોડાયેલ ફરિયાદના વન ટાઈમ સમાધાનના ઇરાદાથી સીબીડીટીએ આકારણી વર્ષ 2015-16, 2016-17, 2018-19 અને 2019-20 માટે ઇલેક્ટ્રોનિક રીતે ફાઈલ કરવામાં આવેલ રિટર્નના વેરિફિકેશનની મંજૂરી આપી છે.
30 સપ્ટેમ્બર સુધી વેરિફિકેશન જરૂરી
તે અંતર્ગત અથવા તો આઈટી-5 ફોર્મ પર સિગ્નેચર કરી તેને સીપીસી બેંગલુરુ મોકલવાનું અથવા ઈવીસી/ઓટીપી દ્વારા તેનું વેરિફિકેશન કરાવી શકાય છે. આ રીતે વેરિફિકેશન 30 સપ્ટેમ્બર, 2020 સુધી પુરું કરવું જરૂરી છે. જોકે બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે, આ છૂટ એ કેસમાં લાગુ નહીં થાય, જેમાં આ દરમિયાન આવકવેરા વિભાગે રિટર્નને ‘ન ભરાયેલા’ જાહેર કર્યા બાદા સંબંધિત કરદાતાઓએ રિટર્ન ભરવા સુનિશ્ચિત કરવુા માટે કાયદા અંતર્ગત પહેલાથી જ કોઈ પગલા લીધા છે.