ઈનકમ ટેક્સ વિભાગે ટ્વિટ કર્યું, સોશિયલ મીડિયા પર ઈનકમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાની તારીખમાં વધારો કરવાને લઈને એક આદેશ પ્રસારિત થઈ રહ્યો છે. એ વાત સ્પષ્ટ કરવામાં આવે છે કે આ આદેશ સાચો નથી. ટેક્સ ભરનારાઓને સલાહ આપવામાં આવે છે કે તેઓ 31 ઓગસ્ટ પહેલા ઈનકમ ટેક્સ રિટર્ન ફાઈલ કરી લે.
ઈનકમ ટેક્સ વિભાગ તરફથી આ સ્પષ્ટીકરણ સોશિયલ મીડિયા પર 29 ઓગસ્ટના એક આદેશ પ્રસારિત થયા બાદ આવ્યો છે. જેમાં ઈનકમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાની તારીખને વધારીને 30 સપ્ટેમ્બર કરવામાં આવી છે. સરકારે 23 જૂલાઈ 2019ના ઈનકમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31 ઓગસ્ટ કરી હતી. આ પહેલા 31 જૂલાઈ હતી.