Condonation of Delay:  જો કોઈ કરદાતા ITR (ઈન્કમ ટેક્સ રિટર્ન) ફાઇલ કરવાની અથવા ઈ-વેરિફિકેશનની ડેડલાઇન 31 ડિસેમ્બર, 2023 ચૂકી ગયા હોય તો તેને દંડ કરવાની જોગવાઈ છે. જો તમે તે દંડથી બચવા માંગો છો તો તમારી પાસે હજી એક છેલ્લી તક છે. તમે ઈ-ફાઈલિંગ પોર્ટલ પર જઈને માફી માંગીને દંડથી બચી શકો છો.


આમ કરીને તમે દંડથી બચી શકો છો


લાઈવ મિન્ટના રિપોર્ટ અનુસાર, 'વિલંબ માટે માફી'ની જોગવાઈ તમને દંડમાંથી બચાવી શકે છે. આ માટે તમને કેટલીક ઓનલાઈન પ્રક્રિયાઓ જણાવવામાં આવી છે. તેને ફોલો કરીને તમે વિલંબ માટે માફીની અરજી દાખલ કરી શકો છો. નિયમો અનુસાર, વિલંબ માટે માફીની આ જોગવાઈનો લાભ મેળવવા માટે તમારે નીચેના સ્ટેપ્સને ફોલો કરવા પડશે.


આ રીતે ફાઇલ કરો કોન્ડોનેશન ઓફ ડિલે


- ઈન્કમ ટેક્સના ઈ-ફાઈલિંગ પોર્ટલ પર જઈને તમારે એકાઉન્ટમાં લોગિન કરવું પડશે.


-આ પછી તમારે પેજની ટોચ પર સ્થિત સર્વિસિઝ ઓપ્શનમાં જવું પડશે. મેનુને સ્ક્રોલ ડાઉન કરીને સૌથી નીચે તમે કોન્ડોનેશન રિક્વેસ્ટનું ઓપ્શન જોવા મળશે.


- કોન્ડોનેશન રિક્વેસ્ટને સિલેક્ટ કર્યા બાદ તમારે ટાઇપ ઓફ કોન્ડોનેશન રિક્વેસ્ટનો વિકલ્પ પસંદ કરવો પડશે. આ પછી તમારે ડિલે ઇન સબમિશન ઓફ આઇટીઆર 5 પર ક્લિક કરવાનું રહેશે.


-આ પછી તમને કોન્ડોનેશન રિક્વેસ્ટનું ઓપ્શન મળશે. આ પ્રક્રિયા ત્રણ તબક્કામાં પૂર્ણ થશે.


-પહેલા સ્ટેપમાં તમારે ITR પસંદ કરવાનું રહેશે. આ પછી તમારે વિલંબનું કારણ જણાવવું પડશે. છેલ્લા સ્ટેપમાં કોન્ડોનેશન રિક્વેસ્ટ સબમિટ થઇ જશે.


-કોન્ડોનેશન ઓફ ડિલેનો લાભ મેળવવા માટે આ વસ્તુઓની જરૂર પડશે


-કરદાતાએ ઈ-ફાઈલિંગ પોર્ટલ પર રજિસ્ટર હોવું જરૂરી છે.


-તમારુ પાન કાર્ડ અને બેંક એકાઉન્ટ નંબર એકબીજા સાથે લિંક હોવું જોઇએ.


- બેન્ક એકાઉન્ટ માન્ય હોવું આવશ્યક છે. આ ઉપરાંત તેનું ઈ-વેરિફિકેશન પણ હોવું જોઈએ.


- તમારી રિક્વેસ્ટ સબમિટ થયા બાદ આવકવેરા વિભાગ તરફથી તેને મંજૂરી મળવી જોઇએ જેથી કરીને તમે ટેક્સ રિટર્ન ફાઇલ કરી શકો.