Income Tax Filing Last Date: PhonePeએ, આજે તેની ઍપ પરથી ‘ઈન્કમ ટેક્સ પેમેન્ટ’ સુવિધા લૉન્ચ કરવાની જાહેરાત કરી હતી. આ સુવિધાથી વ્યક્તિગત કરદાતાઓ અને વ્યવસાયિક કરદાતાઓ બંને તેમના સ્વ-મૂલ્યાંકન અને એડવાન્સ ટેક્સ સીધા PhonePe ઍપમાંથી ચુકવી શકે છે. આનાથી કરદાતાઓને ટેક્સ પોર્ટલમાં લોગઈન કરવાની જરુર નહીં રહે તેમજ કરદાતાઓને સીમલેસ અને કાર્યક્ષમ અનુભવ થશે.
PhonePe એ આ સેવાને સક્ષમ કરવા PayMate સાથે ભાગીદારી કરી છે, જે અગ્રણી B2B પેમેન્ટ અને સર્વિસ પ્રદાતા છે. યુઝર તેમના ક્રેડિટ કાર્ડ અથવા UPIનો ઉપયોગ કરીને તેમના ટેક્સ ચુકવી શકે છે. ક્રેડિટ કાર્ડ પેમેન્ટથી, યુઝર 45-દિવસનો વ્યાજ મુક્ત સમયગાળો મેળવે છે અને તેમની બેંકના આધારે, ટેક્સ પેમેન્ટ કરવા પર રિવોર્ડ પોઈન્ટ પણ કમાઈ શકે છે. એકવાર પેમેન્ટ થઈ જાય પછી, કરદાતાઓને ટેક્સ પેમેન્ટ મળ્યાની સ્વીકૃતિ તરીકે એક વર્કીંગ દિવસની અંદર એક યુનિક ટ્રાન્ઝેક્શન રેફરન્સ (UTR) નંબર મળશે.
આ જાહેરાત અંગે વાત કરતા, PhonePeના, બિલ પેમેન્ટ અને રિચાર્જ બિઝનેસના વડા, નિહારિકા સાયગલે જણાવ્યું, “PhonePe પર, અમે અમારા યુઝરની વધતી જતી જરુરિયાતોને પહોંચી વળવા માટે અમારી સેવાઓમાં સતત વધારો કરવા માટે પ્રતિબદ્ધ છીએ. અમારી લેટેસ્ટ, PhonePe ઍપ પર જ ટેક્સ ભરવાની સુવિધાને શરુ કરતા અમે રોમાંચની લાગણી અનુભવીએ છીએ. ટેક્સ ભરવો એ ઘણીવાર જટિલ અને સમય માંગી લેતુ કાર્ય બની જતું હોય છે અને PhonePeએ હવે તેના યુઝરને તેમની ટેક્સ જવાબદારીઓને પૂર્ણ કરવા માટે એક ઝંઝટ વિનાનો અને સુરક્ષિત માર્ગ ખુલ્લો મુક્યો છે. અમે માનીએ છીએ કે આનાથી અમારા યુઝરની ટેક્સ ભરવાની રીતમાં પરિવર્તન આવશે કારણકે અમે ટેક્સ ભરવાની પ્રક્રિયાને વધુ સરળ બનાવી છે.”
PhonePe ઍપ પરથી યુઝર 3 સરળ પગલાંઓમાં કેવી રીતે તેમનો ટેક્સ ભરી શકે છે તે અહીં આપ્યું છે:
સ્ટેપ 1: PhonePe ઍપનું હોમપેજ ખોલો અને ‘Income tax/ઈન્કમ ટેક્સ’ આઈકન પર ક્લિક કરો.
સ્ટેપ 2: તમે ચુકવવા માંગતા હોવ તે ટેક્સનો પ્રકાર, મૂલ્યાંકન વર્ષ અને PAN કાર્ડની વિગતો સિલેક્ટ કરો
સ્ટેપ 3: ટેક્સની કુલ રકમ એન્ટર કરો અને તમને અનુકૂળ પેમેન્ટ મોડનો ઉપયોગ કરીને પેમેન્ટ કરો
સ્ટેપ 4: સફળ રીતે પેમેન્ટ થયા બાદ, 2 કામકાજી દિવસમાં રકમ ટેક્સ પોર્ટલમાં જમા થઈ જશે.