Income Tax Refund: ઘણા કરદાતાઓએ અસેસમેન્ટ યર 2023-24 અથવા નાણાકીય વર્ષ 2022-23 માટે ઇ-ફાઇલિંગ પોર્ટલ પરથી ડેડલાઇન અગાઉ ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કર્યું હતું, પરંતુ તેમના ITRને વેરીફાય કર્યું ન હતું. હવે આ ટેક્સપેયરને રિફંડ માટે યોગ્ય માનવામાં આવશે નહી કારણ કે IT વિભાગના નિયમો અનુસાર, તમામ કરદાતાઓએ તેમના ITRને વેરીફાય કરવું ફરજિયાત છે.






જો કરદાતા તેના આવકવેરા રિટર્નને વેરીફાય નહીં કરે તો ITR ભરેલું માનવામાં આવશે નહીં. આવકવેરા વિભાગ ITR ફાઇલ કર્યા પછી વેરિફિકેશન માટે 30 દિવસનો સમય આપે છે. જો વેરિફિકેશન ન થયું હોય તો આવકવેરા વિભાગ રિફંડ માટે પ્રક્રિયા કરશે નહીં. આવી સ્થિતિમાં આ કરદાતાઓએ ફરીથી આવકવેરા રિટર્ન ભરવાનું રહેશે.


31 લાખ લોકોને રિફંડ નહીં મળે!


ઈન્કમ ટેક્સ વેબસાઈટ અનુસાર, 23 ઓગસ્ટ સુધી 6.91 કરોડથી વધુ લોકોએ રિટર્ન ફાઈલ કર્યું હતું, પરંતુ માત્ર 6.59 કરોડ કરદાતાઓએ જ તેમના આઈટીઆરનું વેરીફાય કર્યું છે. બાકીના 31 લાખ લોકોએ તેમના રિટર્નને વેરીફાય કર્યું નથી. આમાંથી, કેટલાક કરદાતાઓ માટે વેરિફિકેશન માટે 30 દિવસનો સમય છે, જે ટૂંક સમયમાં સમાપ્ત થશે. આવકવેરા વિભાગે આ લોકોને વહેલી તકે વેરિફિકેશન કરાવવા માટે એલર્ટ મોકલ્યું છે.


આવકવેરા વિભાગે માહિતી આપી


બુધવારે એક્સ પ્લેટફોર્મ પર એક ટ્વિટ દ્વારા આવકવેરા વિભાગે કહ્યું કે તમારું ITR 30 દિવસની અંદર વેરિફિકેશન પૂર્ણ કરવું જોઈએ, નહીં તો તમારે ફરીથી રિટર્ન ફાઈલ કરવું પડશે અને આ માટે તમારે લેટ ફી ચૂકવવી પડશે.


હવે ITR ફાઇલ કરવા માટે કેટલો ચાર્જ લાગશે?


આવકવેરા વિભાગ દ્વારા અસેસમેન્ટ યર 2023-24 માટે ITR ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ આપવામાં આવી હતી. આ પછી બિલેટેડ ITR ફાઇલ કરવાની મંજૂરી છે. ITR મોડું ફાઈલ કરવા માટે લેટ ફી ચૂકવવી પડે છે. જે કરદાતાઓની વાર્ષિક આવક 5 લાખ રૂપિયાથી ઓછી છે, તેમણે 1000 રૂપિયા ચૂકવવા પડશે અને જેમની વાર્ષિક આવક  5 લાખ રૂપિયાથી વધુ છે, તેમણે 5000 રૂપિયા લેટ ફી ચૂકવવી પડશે.


ITR કેવી રીતે ચકાસવું


તમે સરળતાથી તમારું ITR વેરીફાય કરી શકો છો. તમે ઈ-ફાઈલિંગ પોર્ટલ પર આધાર રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર OTP મોકલીને ITR વેરીફાય કરી શકો છો. આ સિવાય નેટબેંકિંગ અને ઑફલાઇન પણ ITR વેરીફાય કરી શકો છો. આધાર OTP દ્વારા વેરિફિકેશન માટે તમારે પોર્ટલ પર લોગીન કરવું પડશે. આ પછી તમારે 'ઈ-વેરિફાઈ રિટર્ન' પર જવું પડશે. હવે તમે જે માધ્યમ દ્વારા વેરિફિકેશન કરવા માંગો છો તેને પસંદ કરો અને વેરિફિકેશન પૂર્ણ કરો.