Income Tax Refund Status: જો તમે નાણાકીય વર્ષ 2023-24 માટે આવકવેરા રિટર્ન ફાઇલ કર્યું છે, તો હવે તમે તમારા આવકવેરા રિફંડની આતુરતાથી રાહ જોશો. આવી સ્થિતિમાં, કરદાતાઓના મનમાં પ્રશ્ન રહે છે કે તેઓને તેમનું રિફંડ ક્યારે મળશે અને તેની સ્થિતિ કેવી રીતે તપાસવામાં આવશે. તમને જણાવી દઈએ કે કરદાતાઓ ઈન્કમ ટેક્સની ઈ-ફાઈલિંગ વેબસાઈટ પર જઈને તેમના રિફંડની સ્થિતિ ચકાસી શકે છે. આ સિવાય તે નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ એટલે કે NSDL ની વેબસાઈટ પર જઈને સ્ટેટસ પણ ચેક કરી શકે છે. અમે તમને બંને રીતે સ્ટેટસ ચેક કરવાની પ્રક્રિયા વિશે જણાવી રહ્યા છીએ.


ટેક્સ રિફંડની સ્થિતિ તપાસવા માટે આ વિગતો તૈયાર રાખો


1. ટેક્સ રિફંડની સ્થિતિ તપાસવા માટે, સૌ પ્રથમ તમારી પાસે માન્ય ID અને પાસવર્ડ હોવો આવશ્યક છે. આના વિના તમે ઈ-ફાઈલિંગ પોર્ટલ પર લોગીન નહીં કરી શકો.
2. આ સાથે, તમારા PAN ને આધાર સાથે લિંક કરવું જરૂરી છે.
3. આ સાથે, ITR ફાઇલ કરતી વખતે, તમને એક એક્નોલેજમેન્ટ નંબર મળે છે, જે તમારા માટે જરૂરી છે.


NSDL વેબસાઇટ પર તમારી ટેક્સ રિફંડ સ્થિતિ કેવી રીતે તપાસવી



  • NSDL વેબસાઇટ પર ટેક્સ રિફંડની સ્થિતિ તપાસવી ખૂબ જ સરળ છે.

  • આ માટે તમે NSDL ની સત્તાવાર વેબસાઈટની મુલાકાત લો.

  • આગળ તમારો PAN નંબર અને આકારણી વર્ષ પસંદ કરો.

  • આગળ કેપ્ચા કોડ દાખલ કરો.

  • પછી Proceed પર ક્લિક કરો

  • તમે થોડીવારમાં આવકવેરા રિફંડની સ્થિતિ દેખાવા લાગશે.


આવકવેરા ઈ-ફાઈલિંગ પોર્ટલ દ્વારા ટેક્સ સ્ટેટસ તપાસો


1. આ માટે તમે આવકવેરા ઈ-ફાઈલિંગ પોર્ટલ એટલે કે incometax.gov.in પર જાઓ.
2. તમારું લોગિન આઈડી અને પાસવર્ડ દાખલ કરો અને લોગિન કરો.
3. આગળ, ઈ-ફાઈલ ટેબ પર ક્લિક કરો અને ઈન્કમ ટેક્સ રિટર્ન પર જાઓ.
4. આગળ View Filed Returns પર ક્લિક કરો.
5. આ પછી રિફંડની સ્થિતિ જોવા માટે મૂલ્યાંકન વર્ષ (Assessment Year )પસંદ કરો.
6. થોડીવાર પછી તમને આવકવેરા રિફંડની સ્થિતિ દેખાવા લાગશે.


7 કરોડથી વધુ લોકોએ ઈન્કમ ટેક્સ રિટર્ન કર્યુ ફાઈલ


આવકવેરા વિભાગે માહિતી આપી હતી કે બુધવારે સાંજે 7 વાગ્યા સુધી 7 કરોડથી વધુ આવકવેરા રિટર્ન ફાઈલ (More than 7 crore ITRs filed) કરવામાં આવ્યા છે. જેમાંથી 31મી જુલાઈના રોજ એક જ દિવસમાં 50 લાખથી વધુ રિટર્ન ફાઈલ કરવામાં (Over 50 lakh ITRs have been filed today till 7 pm) આવ્યા છે. વિભાગે તમામ લોકોને જલદી રિટર્ન ફાઈલ કરવા અપીલ કરી છે. આ માઈલસ્ટોન બનાવવા બદલ કરદાતાઓનો પણ આભાર માન્યો હતો.