ટેક્સપેયર્સને ITR ફાઇલ કરવુ જરૂરી છે. જો તમે હજુ સુધી ઇનકમ ટેક્સ રિટર્ન ફાઇલ ન કર્યુ હોય તો ચિંતાની વાત નથી. હજુ પણ તમારી પાસે સમય છે. તેને ઑફલાઇન, ઑનલાઇન અને સોફ્ટવેર, ત્રણ રીતે ભરી શકાય છે. કોઇપણ ટેક્સપેયર ઘરે બેઠા જાતે જ પોતાનું ITR ફાઇલ કરી શકે છે. તેના માટે કેટલાંક દસ્તાવેજ તૈયાર રાખવા પડે છે.
ટેક્સપેયર્સને મોડેથી આઈટીઆર ફાઈલ કરવા માટે ફક્ત નુકસાન સહન કરવું પડશે. જો તેઓ મોડેથી આઈટીઆર ફાઈલ કરે છે તો તેમને ટેક્સપેયર્સ હાઉસ પ્રોપર્ટીના નુકસાન સિવાય પણ અન્ય અનેક નુકસાનને કેરી ફોરવર્ડ કરવાની સુવિધા મળશે નહીં. જ્યારે ઈન્કમ ટેક્સ નિયમની કલમ 234Aના આધારે ટેક્સ પેયરે 1 ટકાના સાધારણ દરે આખા મહિનાનું વ્યાજ પણ ચૂકવવાનું રહેશે.
જો તમે સમયસર રિટર્ન ફાઈલ કરતા નથી તો ઈન્કમ ટેક્સ વિભાગની તરફથી દંડ કરવામાં આવશે. જો ટેક્સ પેયર્સ રિટર્ન 31 ડિસેમ્બર બાદ ફાઈલ કરે છે તો કરદાતાને 10 000 રૂપિયા સુધીની લેટ ફી ભરવી પડી શકે છે. આ સિવાય એવા ટેક્સપેયર્સ જેની આવક 5 લાખ રૂપિયાથી વધારે નથી તેમને લેટ ફીના રૂપમાં 1000 રૂપિયા ભરવા પડી શકે છે.