કોરોનાકાળ માં મોંઘવારીના માર વચ્ચે હવે તહેવારોના શરૂઆત થઇ છે ત્યારે તહેવારોમાં હવે મોંઘવારીનો માર પડતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. હવે દિવાળી નજીક છે ત્યારે સુકા મેવા ખાવા પણ ભારે પડે તેમ લાગી રહ્યું છે કારણ કે હવે સુકા મેવાના ભાવ પણ આસમાને પહોચી રહ્યા છે.



તહેવારોની ઉજવણી કરવા માટે સૌ તૈયારીઓ કરવામાં વ્યસ્ત થઇ જાય છે જો કે આ તહેવારોની સીઝનમાં મોંઘવારીની મહામારીને કારણે દરેક તહેવાર ફિક્કા રહે તેમ લાગી રહ્યુ છે. હવે મીઠાઈ, મેવા ખાવા પણ મોંઘા પડે તેમ છે કારણકે સુકામેવાના ભાવ પણ હવે રોકેટ ગતિએ વધ્ય છે. તો કેટલાક સુકા મેવાના ભાવ રૂ ૧૦૦૦ એ પણ પાર થયા છે ત્યારે અબકી માર મોંઘવારી માર જેવી સ્થિતિ હવે માર્કેટમાં જોવા મળી રહી છે.


જ્યાં લોકોની મોટી સંખ્યામાં ખરીદી માટે ભીડ જોવા મળતી હતી ત્યાં હવે મોંઘવારીના કારણે લોકો ખરીદી કરવા પણ કોઈ આવતા નથી. દિવાળી તહેવારોમાં સુકામેવાની ખુબ જરૂર પડતી હોય છે. દિવાળીના કોર્પોરેટ ગિફ્ટમાં લોકો ડ્રાયફ્રૂટ્સ આપવાનો વધુ પસંદ કરતા હોય છે પરંતુ આ વર્ષે ના ભાવ આસમાને પહોંચી ગયા છે. પેટ્રોલ ડીઝલ શાકભાજી કઠોળ ફ્રુટ્સ અને હવે ડ્રાયફ્રુટ્સ પણ મોંઘાદાટ થઇ ગયા છે. મોંઘવારીનો માર ખરીદી કરનાર ગ્રાહક માટે નહિ પરંતુ વેપારીઓને પણ મોંઘવારી નડી રહી છે.


આ વર્ષે ડ્રાયફ્રુટના ભાવમાં ૨૦થી ૨૫ ટકાનો વધારો થવાની શક્યતા છે. વધતા જતા ભાવ ના કારણે ગ્રાહકોમાં નોંધપાત્ર ઘટાડો થઈ શકે છે.
મોટાભાગના ડ્રાયફ્રૂટ્સ હજાર રૂપિયા સુધી પહોંચી ગયા છે.


પિસ્તા - પ્રતિકીલોના 1000રૂ.જે પહેલા 900 રૂ.હતા

અખરોટ - પ્રતિકીલોના રૂ 1000 જે પહેલા 800 રૂ.હતા

કાજુના - પ્રતિકીલોના 900 રૂ. પહેલા 500 રૂ.હતા

બદામ - પ્રતિકીલોના 1000 રૂ. પહેલા 800 હતા

દ્રાક્ષ - પ્રતિકીલોના 300 રૂ. પહેલા 250 હતા

અંજીર - પ્રતિકીલોના રૂ. 960 રૂ. જે પહેલા 700 હતા