નવી દિલ્હીઃ ભારતે પોતાના પાડોશી દેશ ચીનને વધુ એક મોટો ઝટકો આપ્યો છે. મોદી સરકારે કોલસા ખાણોની હરાજીમાં ચીની કંપનીઓના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દીધો છે. કેન્દ્ર સરકારે આજે ભારતની સાથે જમીની સીમા શેર કરનારા ચીન અને પાકિસ્તાન જેવા દેશોની કંપનીઓને વાણિજ્યક કાપ માટે કોલસા ખાણોની હરાજીમાં ભાગ લેવા પર પ્રતિબંધિત કરી દીધી છે.


નિવેશ પ્રસ્તાવોને સરકારના રૂટથી જ સ્વીકૃત કરવામાં આવશે. કોલસા મંત્રાલય અનુસાર, ભલે ઓટોમેટિક રૂટ અંતર્ગત નવી ગતિવિધિઓમાં 100 ટકા એફડીઆઇની અનુમતી છે, પરંતુ ભારતની સાથે જમીની સીમા રાખનારા દેશો તરફથી નિવેશ પ્રસ્તાવોને માત્ર સરકારના રૂટથી જ સ્વીકૃત કરવામાં આવશે. આનો અર્થ એ થાય છે કે કોઇપણ ભાગીદારીની અનુમતીથી પહેલા આવા પ્રસ્તાવોને સરકાર તપાસશે-ઓળખશે.



તે કંપનીઓના પ્રસ્તાવને પણ સરકારના રૂટ પરથી પસાર થવુ પડશે, જેના માલિક ભારતની સાથે જમીની સીમા સાથે જોડાયેલા કોઇપણ દેશમાં રહેતા હોય, અથવા તો ત્યાના નાગરિક હોય. ટેન્ડર દસ્તાવેજમાં સ્પષ્ટ કરવામાં આવ્યુ છે ચીન અને પાકિસ્તાનના કોઇપણ નાગરિક કે પાકિસ્તાનમા નિગમીકૃત કોઇ સંસ્થા માત્ર સરકારના રૂટ પરથી નીકળ્યા બાદ જ રક્ષા, અંતરિક્ષ, પરમાણુ ઉર્જાને છોડીને અને વિદેશી નિવેશ માટે પ્રતિબંધિત સેક્ટરને છોડીને બાકીના સેક્ટરમાં નિવેશ કરી શકે છે.



પ્રથમ તબક્કાના વાણિજ્યક કોલસા હરાજી અતંર્ગત કુલ 17 અબજ ટનના કોલસા ભંડાર વાળી 41 ખાણો રજૂ કરવામાં આવી છે. આમાં વિશાળ અને નાની ખાણો બન્ને સામેલ છે. આ ખાણો પાંચ રાજ્યોમાં સ્થિત છે. આ રાજ્યો છત્તીસગઢ, ઝારખંડ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ઓડિશા છે.