નવી દિલ્હીઃ ભારત સરાકરે સોના અને ચાંદીની બેસ ઇમ્પોર્ટ પ્રાઈઝ એટલે કે આધાર આયાત મૂલ્યમાં ઘટાડો કર્યો છે. સરકારના આ નિર્ણય બાદ ભારતમાં સોનું અને ચાંદી ખરીદવાનું સસ્તુ થઈ શકે છે. ભારતમાં સોનાની કિંમત પર 7.5 ટકા ઇમ્પોર્ટ ડ્યૂટી અને 3 ટકા જીએસટી લાગે છે. સરકાર તરફથી આ નોટિફિકેશન આજથી લાગુ થશે.

જણાવીએ કે, આજે સોના-ચાંદીમાં મોકો ઘટાડો જોવા મળ્યો છે. વૈશ્વિક બજારમાં ગઈકાલે સોનું 1755 ડોલર પ્રતિ ઔંસ સુધી પહોંચી ગયું હતું. આ પહેલા સોનું 15 એપ્રિલને આ સપાટી પર આવ્યું હતું.

વૈશ્વિક બાજરમાં સોનામાં ઘટાડા બાદ દિલ્હી ગોલ્ડ માર્કેટમાં પણ સોનાની કિંમત 264 રૂપિયા ઘટી હતી. દિલ્હીમાં સોનાની કિંમત 45783 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી ગઈ હતી. જ્યારે ગઈકાલે સોનું 46047 રૂપિયા પર બંધ થયું હતું.

ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન લિમિટેડ એટલે કે IBJAના રેટ પર નજર કરીએ તો આજે સોનાની કિંમત કંઈક આવી રહી. (આ કિંમત પ્રતિ 10 ગ્રામની છે અને જીએસટી વગર છે.)

999 (પ્યોરિટી)- 46,753
995- 46,566
916- 42,826
750- 35,065
585- 27,351

શહેર 22 કેરેટ/10 ગ્રામ (કિંમત રૂપિયામાં) 24 કેરેટ/10 ગ્રામ (કિંમત રૂપિયામાં)
દિલ્હી 45,890 49,890
મુંબઈ 45,730 47,730
કોલકાતા 46,090 48,790
ચેન્નઈ 44,090 48,090 

દેશના મુખ્ય શહેરોમાં સોનાની કિંમતની વાત કરીએ તો દિલ્હીમાં 22 કેરેટ સોનાની કિંમત 45890 અને 24 કેરેટ સોનાની કિંમત 49890 રૂપિયા છે. જ્યારે મુંબઈમાં 22 કેરેટ સોનું 45730 અને 24 કેરેટ સોનાની કિંમત 47730 રૂપિયા છે.

કોલકાતામાં 22 કેરેટ સોનું 46090 રૂપિયામાં વેચાઈ રહ્યું છે તો 24 કેરેટ ગોલ્ડ 48790 રૂપિયા છે. ચેન્નઈમાં 22 કેરેટ સોનાનો ભાવ 44090 અને 24 કેરેટ સોનાનો ભાવ 48090 રૂપિયા છે.