નવી દિલ્હીઃ ભારત સરકાર સતત ચીન પર શિકંજો કસી રહી છે. ભારત સરકારે ગલવાન ઘાટી પર થયેલા ભારત અને ચીની સૈનિકો વચ્ચેની હિંસક અથડામણ બાદ પાડોશી દેશ પર એક્શન લેવાની શરૂ કરી દીધી છે. સરકારે હવે એક મોટી એક્શન લેતા ચીનમાંથી કલર ટીવીની આયાત પર પ્રતિબંધ લગાવી દીધો છે.

સરકારે આ પગલાનો ઉદેશ્ય ઘરેલુ ટેલિવિઝન વિનિર્માણને પ્રોત્સાહન આપવા અને ચીન જેવા દેશોમાંથી બિન જરૂરી વસ્તુઓની આયાતને ઓછી કરવાનો ગણાવ્યો છે. વિદેશ વ્યાપાર મહાનિદેશાલય -ડીજીએફટીએ એક અધિસૂચનામાં કહ્યું કે, કલર ટીવીની આયાત નીતિને મુક્તથી બદલાની પ્રતિબંધિત કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા ભારત સરકાર ચીની એપ્સ પર ભારતમાં પ્રતિબંધ લગાવી ચૂકી છે.

આ આયાત પ્રતિબંધ 36 સેન્ટીમીટરથી લઇને 105 સેન્ટીમીટરથી મોટી સ્ક્રીન આકાર વાળા કલર ટીવી સેટની સાથે જ 63 સેન્ટીમીટરથી ઓછી સ્ક્રીન આકાર વાળા એલસીડી ટીવી સેટ પણ પ્રતિબંધિત શ્રેણીમાં છે. કોઇ સામાનને પ્રતિબંધિત આયાત શ્રેણીમાં નાંખવાનો અર્થ એ થાય છે કે તે સામાનની આયાતને આયાત માટે વાણિજ્ય મંત્રાલયના ડીજીએફટીથી લાયસન્સ લેવુ પડશે.



ભારત કયા કયા દેશોમાંથી કલર ટીવી આયાત કરે છે....
ભારતને ટીવીની આયાત કરનારા મુખ્ય દેશોમાં ચીન, વિયેતનામ, મલેશિયા, હોંગકોંગ, કોરિયા, ઇન્ડોનેશિયા, થાઇલેન્ડ અને જર્મની સામેલ છે. ભારતે 2019-2020માં 78.1 કરોડ ડૉલર મૂલ્યના કલર ટીવી આયાત કર્યા છે.