India's GDP Growth: આજે ચાલુ નાણાકીય વર્ષ 2021-22ના ત્રીજા ક્વાર્ટરના જીડીપી ડેટા જાહેર કરવામાં આવ્યા છે. ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં ભારતનો જીડીપી 5.4 ટકા વધ્યો હતો. તમને જણાવી દઈએ કે વર્તમાન નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં દેશનો આર્થિક વિકાસ દર (જીડીપી) 8.4 ટકા હતો, જ્યારે પ્રથમ ત્રિમાસિક ગાળામાં જીડીપી 20.1 ટકા હતો. બરાબર એક વર્ષ પહેલા ડિસેમ્બર ક્વાર્ટરમાં ભારતનો વિકાસ દર 0.40 ટકા હતો. આ ક્વાર્ટરમાં વૃદ્ધિની ગતિમાં મંદી જોવા મળી છે. આંકડાકીય મંત્રાલયે માહિતી આપતાં કહ્યું કે નાણાકીય વર્ષ 2022માં ભારતનો GDP 8.9 ટકા વધવાની સંભાવના છે.






ત્રીજા લહેરના કારણે સુસ્તી


કોરોનાના ત્રીજી લહેરના કારણે અર્થવ્યવસ્થાની ગતિમાં મંદી આવી છે. ત્રીજા ક્વાર્ટરમાં કૃષિ ક્ષેત્રનો વિકાસ દર 7.4 ટકા હતો. ઉત્પાદન ક્ષેત્રનો વિકાસ દર 4.7 ટકા, બાંધકામ ક્ષેત્રનો વિકાસ દર 9.8 ટકા અને હોટેલ પરિવહન ક્ષેત્રનો વિકાસ દર 4.2 ટકા હતો.


SBI અનુસાર, વૃદ્ધિ 5.8 ટકાના દરે થઈ શકે છે


સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ના એક સંશોધન અહેવાલ મુજબ, દેશની ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP) નાણાકીય વર્ષ 2021-22ના ત્રીજા ક્વાર્ટરમાં 5.8 ટકાના દરે વૃદ્ધિ પામી શકે છે. SBI દ્વારા બહાર પાડવામાં આવેલા રિપોર્ટ અનુસાર, "SBI Nowcasting મોડલ અનુસાર, નાણાકીય વર્ષ 2021-22 ના ત્રીજા ત્રિમાસિક ગાળા માટે અંદાજિત GDP વૃદ્ધિ દર 5.8 ટકા રહેશે. સંપૂર્ણ વર્ષ માટે GDP વૃદ્ધિ 8.8 ટકા રહેવાનો અંદાજ છે.


બાર્કલેઝે 6.6 ટકાનો અંદાજ રાખ્યો  


બાર્કલેઝે આ ક્વાર્ટરમાં વૃદ્ધિ દર 6.6 ટકા રહેવાનું અનુમાન લગાવ્યું હતું. બાર્કલેઝના મતે ચાલુ નાણાકીય વર્ષમાં વૃદ્ધિ દર 10 ટકા રહી શકે છે.


આ પણ વાંચોઃ


 Russia Ukraine War: અમેરિકાએ બેલારુસમાં બંધ કર્યુ દૂતાવાસ, રાજદૂતોને રશિયા છોડવાનો આદેશ


યુક્રેનમાં કેવી છે સ્થિતિ ? કેટલા ભારતીય વતન પરત ફર્યા, જાણો વિદેશ મંત્રાલયે શું કહ્યું