મુંબઈ: કોરોના વાયરસના કારણે ઉદ્યોગોને મોટું આર્થિક નુકસાન ભોગવવું પડી રહ્યું છે. જેના કારણે કંપનીઓ કર્મચારીઓની છટણી કરી રહી છે. તેની વચ્ચે ઈન્ડિયાબુલ્સ ગ્રુપે પોતાના 2000 જેટલા કર્મચારીઓ પાસે રાજીનામા માંગ્યા છે. જો કે, ઈન્ડિયાબુલ્સ ગ્રુપનું કહેવું છે કે, આ છટણી નથી પરંતુ એટ્રિશનનો ભાગ છે. ઈન્ડિયાબુલ્સ ગ્રુપના એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, કંપનીમાં સામાન્ય રીતે એપ્રિલ-મે દરમિયાન 10 થી 15 ટકા કર્મચારીઓનું એટ્રિશન જોવા મળે છે. પરંતુ આ વર્ષે, અમે હાઈકોર્ટ અને ગૃહમંત્રાલય દ્વારા અંગે સ્થિતિ સ્પષ્ટ થાય તેની રાહ જોઈ. કંપનીનું કહેવું છે કે, કારોબારની સામાન્ય પ્રક્રિયા પ્રમાણે કર્મચારીઓ દ્વારા કંપની છોડવા સિવાય કોઈ પણ પ્રકારની છટણી કરવામાં નથી આવી. આ કાર્યવાહી માત્ર કેટલાક મહીના માટે નહીં પણ વર્ષ દરમિયાનના પ્રદર્શનના આધારે કરવામાં આવી છે. જો કે, કંપનીએ આ મામેલ કોઈ સંખ્યા આપી નથી. આ ગ્રુપમાં 26 હજારથી વધુ લોકો કાર્યરત છે. નાણાકીય વર્ષ 2019-20માં ગ્રુપે 7 હજાર નવા કર્મચારીઓને સામેલ કર્યા છે. હાલમાં ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઈનાન્સના કર્મચારીઓએ દાવો કર્યો છે કે, તેમના રિપોર્ટિંગ મેનેજરે 15 મે થી તેમને રાજીનામુ આપવા કહેવામાં આવ્યું છેં. કંપનીમાં તેમનો અંતિમ દિવસ 31 મે, 2020 હશે. કંપનીના કેટલાક કર્મચારીઓએ કહ્યું કે, ત્રણ મહીનાની નોટિસનો સમય પૂરો કરવાની પણ મંજૂરી આપવામાં આવી નથી રહી. એક કર્મચારીના જણાવ્યું કે, અમારા જોઈનિંગ લેટરમાં બન્ને પક્ષો તરફથી ત્રણ મહિનાનો નોટિસ પિરિયડનો ઉલ્લેખ છે. અમે નોટિસ પિરિયડ પૂરો કરવાનો આગ્રહ કર્યો છે, જેથી તે દરમિયાન નવી નોકરી શોધી શકીએ.