એમપીસીની બેઠક 3થી 5 જૂનની વચ્ચે મળવાની હતી પરંતુ એ પહાલ જ બેઠક બોલાવવામાં આવી અને 20-22મે દમરિયાન બેઠકમાં મોટાભાગના સભ્યો રેપો રેટ ઘટાડવાના પક્ષમાં હતા. જોકે રિવર્સ રેપો રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી અને તેને 3.35 ટકા પર જાળવી રાખવામાં આવ્યો છે.
રેપો રેટ ઘટવાથી બેંકોને આરબીઆઈ તરફથી ઓછા વ્યાજે રૂપિયા મળી શકશે અને તેનો લાભ બેંકો પોતાના ગ્રાહકોને આપશે જેથી ગ્રાહકોના ઈએમઆઈમાં ઘટાડો થઈ શકે છે.
કોરોનાવાઈરસના કારણે અર્થવ્યવસ્થાને નુકસાન થયું છે. એપ્રિલમાં ગ્લોબલ મેન્યુફેકચરિંગ PMI ઘટીને 11 વર્ષના નીચલા સ્તરે પહોંચ્યો હતો. ડબલ્યુટીઓના જણાવ્યા મુજબ, વિશ્વમાં કારોબાર આ વર્ષે 13-32 ટકા સુધી ઘટી શકે છે.
બે મહીનાના લોકડાઉનથી દેશમાં આર્થિક ગતિવિધિઓ ખરાબ રીતે પ્રભાવિત થઈ છે. ઈન્ડસ્ટ્રીવાળા ટોપ-6 રાજ્યોના મોટા ભાગના વિસ્તારો રેડ અને ઓરેન્જ ઝોનમાં છે. આ રાજ્યોની ઈન્ડસ્ટ્રીઓનું આર્થિક ગતિવિધિઓમાં 60 ટકા કન્ટ્રીબ્યુશન હોય છે.
કોરોનાની અસરને જોતા 2020-21ના પ્રથમ છ મહિનામાં GDP ગ્રોથ નેગેટિવ રહેવાનું અનુમાન છે. બીજા છ મહિનામાં કેટલીક તેજી આવી શકે છે.
RBI સતત સ્થિતિ પર નજર રાખી રહી છે. ઈકોનોમિના તમામ સેગમેન્ટ પર અમારી ટીમની નજર છે. ફેબ્રુઆરીમાં અમે કહ્યું હતું કે કોરોનાના કારણે ગ્લોબલ ગ્રોથમાં ઘટાડો આવશે. ત્યારથી RBIએ લિક્વિડિટીના મુદ્દે ઘણા નિર્ણયો કર્યા છે.