IMF Cuts India GDP Forcast: ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)એ મોદી સરકારની ચિંતા વધારી છે. IMFનાણાકીય વર્ષ 2023-24 માટે ભારતના GDP અનુમાનમાં ઘટાડો કર્યો છે. IMF (ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ) એ તેના અંદાજમાં 20 બેસિસ પોઇન્ટનો ઘટાડો કરીને જીડીપી વૃદ્ધિ દર ઘટાડીને 5.9 ટકા કર્યો છે.



ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ દ્વારા ચાલુ નાણાકીય વર્ષ માટે જીડીપી અનુમાન ભારતીય રિઝર્વ બેંકના 6.5 ટકાના અંદાજ કરતા ઘણો ઓછો છે. જોકે ઘણા અર્થશાસ્ત્રીઓ માને છે કે, ભારતીય અર્થતંત્ર 6 ટકાના દરે વૃદ્ધિ કરશે. તેના તાજેતરના વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક રિપોર્ટમાં IMFએ નાણાકીય વર્ષ 2024-25 માટે ભારતના આર્થિક વિકાસના અનુમાનમાં ઘટાડો કર્યો છે. IMFએ તેના આર્થિક વિકાસ દરનું અનુમાન 50 બેસિસ પોઈન્ટ્સ 6.8 ટકાથી ઘટાડીને 6.3 ટકા કર્યું છે. IMFએ 2022-23માં ભારતનો આર્થિક વિકાસ દર 6.8 ટકા રહેવાનો અંદાજ મૂક્યો હતો, જ્યારે આંકડા મંત્રાલયનું માનવું છે કે DGP 7 ટકા હોઈ શકે છે.

IMF દ્વારા વૈશ્વિક આર્થિક વિકાસ દરના અંદાજની સમીક્ષા કર્યા બાદ કરવામાં આવેલા ઘટાડા બાદ ભારતના આર્થિક વિકાસ દરના અંદાજમાં ઘટાડો કરવામાં આવ્યો છે. વૈશ્વિક અર્થતંત્ર 2023માં 2.8 ટકાના દરે વૃદ્ધિ પામશે, ત્યારબાદ 2024માં 3 ટકાના દરે વૃદ્ધિ થવાની ધારણા છે. IMFએ જાન્યુઆરીના અંદાજની સરખામણીમાં 10 બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે.

અમેરિકામાં બેંકોના પતન અને સ્વિટ્ઝર્લેન્ડમાં ક્રેડિટ સુઈસને UPSના બેલઆઉટ અંગે, IMFએ તેના અહેવાલમાં કહ્યું કે જો ફુગાવો નીચે આવી રહ્યો છે, તો વૃદ્ધિ સ્થિર છે. આ સ્થિતિમાં 2023ની શરૂઆતમાં વચગાળાના સંકેત છે કે વૈશ્વિક અર્થવ્યવસ્થામાં નરમ ઉતરાણ થઈ શકે છે. IMFએ અમેરિકી અર્થતંત્રના વિકાસ દરમાં 20 બેસિસ પોઈન્ટનો વધારો કરીને 2.8 ટકા થવાની આગાહી કરી છે, જ્યારે 2024માં વૃદ્ધિ દર 3 ટકા રહી શકે છે.

IMFએ બજેટ પહેલા આપ્યા સારા સમાચાર, રોકેટની ઝડપે ચાલશે ભારતીય અર્થવ્યવસ્થા, દૂર દૂર સુધી રેસમાં કોઈ નથી

Indian Economy: નાણામંત્રી નિર્મલા સીતારમણ આવતીકાલે એટલે કે 1 ફેબ્રુઆરીએ નાણાકીય વર્ષ 2023-24નું બજેટ રજૂ કરશે. આ પહેલા ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)એ સારા સમાચાર આપ્યા છે. તેમનું કહેવું છે કે 2023 અને 2024માં ભારતની અર્થવ્યવસ્થા વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા હશે. IMF અનુસાર, ભારતીય અર્થતંત્રનો વિકાસ 2023માં 6.1 ટકા અને 2024માં 6.8 ટકા રહેવાની ધારણા છે. બીજી તરફ, 2023માં વૈશ્વિક અર્થતંત્રમાં ઘટાડો થવાની ધારણા છે. 2022માં તે 3.4 ટકા રહેવાનો અંદાજ હતો જ્યારે 2023માં તે 2.9 ટકા થઈ શકે છે. 2024માં વૈશ્વિક અર્થતંત્રની વૃદ્ધિ 3.1 ટકા રહી શકે છે. તેવી જ રીતે 2023માં ચીનની અર્થવ્યવસ્થા 5.1 ટકાની ઝડપે વૃદ્ધિ પામી શકે છે. 2022માં તેની સ્પીડ ત્રણ ટકા હતી જ્યારે 2024માં તે 4.5 ટકા રહી શકે છે.