પશ્ચિમના દેશોમાં તમામ ઔદ્યોગિક ક્ષેત્રોમાં આવી સ્થિતિ સર્જાય છે. ભારતમાં પણ જ્યાં કોઇ ક્ષેત્રે પરિપક્વ થઇ જાય છે. ત્યારે ત્યાં મધ્યમ સ્તરના ઘણા કર્મચારીઓ એવા હોય છે જેઓ મળી રહેલા પગાર અનુસાર મૂલ્ય વર્ધતી કરી શકતા નથી. તેમણે વધુમાં જણાવ્યું કે, જ્યારે કંપનીઓ ઝડપથી વૃદ્ધિ કરતી હોય ત્યારે બઢતી થતી હોય છે પરંતુ જ્યારે તેમાં નરમાઇ કે મંદીનો માહોલ સર્જાય છે ત્યારે ઉંચા સ્તરે રહેલા અધિકારીઓ-કર્મચારીઓ જેઓ તગડો પગાર લેતા હોય છે તેમની સંખ્યા વધી જાય છે. આવી સ્થિતિમાં કંપનીઓએ સમયે સમયે પોતાના કાર્યબળનું પુનઃમૂલ્યાંકન કરવું પડે છે અને કર્મચારીઓની છટણી કરવાની ફરજ પડે છે.
આરિન કેપિટલ એન્ડ મણિપાલ ગ્લોબલ એજ્યુકેશન સર્વિસિસના ચેરમેન પાઇ એ કહ્યું કે, દર પાંચ વર્ષે આવી ઘટના ઘટતી હોય છે, જ્યાં સુધી તમે તે મુજબ પ્રદર્શન નહી કરો તો આટલા તગડા પગારનો કોઇ અર્થ નથી, તમારે પગાર અનુસાર કામગીરી કરવી પડશે. મિડ-લેવલે કેટલા કર્મચારીઓની છટણી થઈ શકે તેવા સવાલના જવાબમાં તેમણે કહ્યું કે, સમગ્ર આઇટી ઉદ્યોગમાં લગભગ 30,000થી 40,000 કર્મચારીઓની છટણી થઇ શકે છે, જો કે નોકરી ગુમાવનાર 80 ટકા લોકો માટે પણ રોજગારીની તકો હશે પણ શરત એ કે તેઓ પોતાના ક્ષેત્રના નિષ્ણાંત હોવા જોઇએ.