મોહનદાસ પઇએ કહ્યું કે, જ્યારે કોઇ ઇન્ડસ્ટ્રી મૈચ્યોર થઇ જાય છે તો મિડલ લેવલ પર કામ કરનારા ઘણા લોકો પોતાની સેલેરી અનુસાર કંપનીમાં વેલ્યૂ એડ કરી શકતા નથી. આ કારણ છે કે તમામ સેક્ટરમા તમામ દેશમાં જ્યારે કોઇ ઇન્ડસ્ટ્રી મૈચ્યોર હોય છે તો ખૂબ લોકોને નોકરીમાંથી હાથ ધોવા પડે છે.
તેમણે કહ્યું કે, જ્યારે કોઇ ઇન્ડસ્ટ્રી વિકાસ કરી રહી હોય છે તો પ્રમોશન પણ મળે છે અને સેલેરીમાં પણ વધારો થાય છે. એ પરિસ્થિતિમાં કંપનીને તેનાથી કોઇ ફેર પડતો નથી પરંતુ જ્યારે કંપનીનો વિકાસ રોકાઇ જાય છે તો મેનેજમેન્ટ ફરીથી પોતાના પિરામિડ પર ધ્યાન આપે છે આ પરિસ્થિતિમાં મિડલ અને અપર લેવલને જે કર્મચારીઓને જરૂર કરતા વધારે સેલેરી મળે છે તેની છંટણી કરવામાં આવે છે અને કર્મચારીઓએ નોકરી ગુમાવવી પડે છે.