સિદ્ધપુરઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડે સમગ્ર દેશમાં તેના બધા જ 127 સ્ટોરેજ ટર્મિનલ્સને સ્માર્ટ ટર્મિનલ્સમાં સુધારવા માટે ઓટોમેશન અને ટેકનોલોજીનો લાભ મેળવ્યો છે, જેથી ઉત્પાદક્તા, પારદર્શીતા, સલામતી અને ગ્રાહક સેવામાં સુધારો થઈ શક્યો છે.સમગ્ર દેશમાં 13,000 કિ.મી. લાંબી પાઈપલાઈન, 10,000 રેલવે વેગન્સ, દરિયાઈ ટેન્કર્સ અને 24,000 ટેન્ક ટ્રક્સ (ટીટી)ના કાફલાના નેટવર્ક મારફત ઈન્ડિયન ઓઈલ માર્કેટિંગ ટર્મિનલ્સમાં સરેરાશ 19.2 કરોડ લીટરનું ઓઈલ ઠલવાય છે. 28,000થી વધુ રીટેલ આઉટલેટ, 4000 એસકેઓ એજન્ટ્સ અને 6500થી વધુ પ્રત્યક્ષ ગ્રાહકો સુધી ઓઈલના પુરવઠા માટે 127 ઓઈલ ટર્મિનલ્સના નેટવર્ક્સમાંથી મોટર સ્પિરિટ (પેટ્રોલ), હાઈ સ્પીડ ડીઝલ, સુપીરીયર કેરોસીન, ફરનેસ ઓઈલ, નાફ્થા જેવા ઉત્પાદનો ટેન્ક ટ્રકમાં લાદવામાં આવે છે. આ ટર્મીનલ્સમાંથી દેશની લગભગ 50 ટકા ઊર્જા જરૂરિયાતો પૂરી કરવામાં આવે છે.

ઈન્ડિયન ઓઈલનું સિદ્ધપુર ટર્મિનલ વર્ષ 1995માં શરૂ થયું હતું અને તે 2016માં સ્માર્ટ ટર્મિનલ બન્યું હતું. આ ટર્મીનલ ઉત્તર ગુજરાતના પાટણ, બનાસકાંઠા, મહેસાણા, હિંમતનગર અને રાજસ્થાનના કેટલાક જિલ્લાઓની પેટ્રોલ, ડીઝલ અને કેરોસીનની માગ પૂરી કરે છે. એક સ્માર્ટ ટર્મિનલ હોવાને કારણે ટેન્ક ટ્રક ભરવાની કામગીરી સંપૂર્ણપણે ઓટોમેશન પર થાય છે. ટેન્ક ટ્રકનું લાઈનમાં લાગવું, પ્રત્યેક ટીટીને ફાળવાતું આરએફઆઈડી કાર્ડ અને મુખ્ય દરવાજા નજીક આરએફઆઈડી પણ આપમેળે બની જાય છે. ટર્મીનલમાં ટેન્ક ભરવા માટે ડ્રાઈવર્સને માહિતી આપવા વિઝ્યુઅલ ડિસ્પ્લે સિસ્ટમ પણ ઓટોમેટેડ છે.

સ્માર્ટ ટર્મિનલનો કન્સેપ્ટ્સ સચોટ જથ્થા અને ગુણવત્તાપૂર્ણ ઉત્પાદનોની ડિલિવરી સુનિશ્ચિત કરે છે, કારણ કે ત્યાં કોઈ માનવ દરમિયાનગીરી નથી હોતી અને તે ઉત્પાદનના પરિણામોના લોડિંગ અને રેકોર્ડિંગમાં સામેલ છે. તેને પરીણામે ટર્મીનલની અંદર ટ્રકનો ટર્નઅરાઉન્ડ સમય લગભગ 2 ક્લાક અને 40 મિનિટ જેટલો ઘટ્યો છે. દેશમાં જાહેર અથવા ખાનગી ક્ષેત્રે સૌપ્રથમ વખત આટલા વ્યાપક પ્રમાણમાં સ્ટોરેજ ટર્મીનલમાં ઓટોમેશન અને ટેક્નોલોજીનો સફળતાપૂર્વક વ્યાવસાયિક અમલ કરાયો છે. સ્માર્ટ ટર્મીનલે માત્ર ભારતમાં જ નહીં વિશ્વમાં બધા ટર્મીનલ્સ માટે નવા સિમાચિહ્નો સ્થાપિત કર્યા છે.

આ ઉપરાંત સિદ્ધપુર ટર્મીનલે ટકાઉ વૃદ્ધિ સાથે પર્યાવરણની જાળવણી માટે વિવિધ પહેલો હાથ ધરી છે. ટર્મિનલમાં વિશાળ ગ્રીન બેલ્ટ છે. ટર્મિનલમાં બધી જગ્યાએ એલઈડી લાઈટિંગ છે, જે ઊર્જા વપરાશમાં બચત કરે છે. આ પહેલથી રીકરિંગ ધોરણે વાર્ષિક રૂ. 15 લાખની કુલ બચત થઈ છે. ટર્મીનલ જળસંચય અને જળસંગ્રહની સુવિધાઓથી પણ સજ્જ છે. ટર્મીનલની મોટાભાગની ઈમારતો પર રૂફ ટોપ રેઈન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ છે. શહેરની વસતીથી દૂર ટર્મીનલ નજીકના ગામડાઓમાં અનેક સીએસઆર પ્રવૃત્તિઓ હાથ ધરે છે.

સાઉથ આફ્રિકા સામે સદી ઠોકીને રોહિત શર્માએ ડોન બ્રેડમેનની કરી બરાબરી, તોડ્યા અનેક રેકોર્ડ

PM મોદીએ ગાંધી આશ્રમની વિઝિટર બુકમાં શું મેસેજ લખ્યો, વાંચો અક્ષર સહ સંદેશ

PM મોદીએ GMDC ગ્રાઉન્ડમાં વાયબ્રન્ટ નવરાત્રિમાં મા અંબાની ઉતારી આરતી, જુઓ તસવીરો