Indian Railways Ticket PNR Number: રેલવે દેશના સામાન્ય લોકોની જીવાદોરી ગણાય છે. દરરોજ કરોડો મુસાફરો તેમના નિર્ધારીત સ્થાને પહોંચવા માટે ટ્રેનમાં મુસાફરી કરે છે. ટ્રેનની ટિકિટને લઈને એટલી બધી લડાઈ થાય છે કે લોકો 3 થી 4 મહિના પહેલા જ રિઝર્વેશન કરાવી લે છે. રેલવે રિઝર્વેશન કરાવ્યા બાદ તમામ મુસાફરોને 10 નંબરનો યુનિક PNR નંબર આપવામાં આવે છે. PNR નંબર દાખલ કરીને, તમે ઇન્ટરનેટ પર સરળતાથી તપાસ કરી શકો છો કે તમારું રિઝર્વેશન કન્ફર્મ થયું છે કે નહીં. તમને કઈ સીટ ફાળવવામાં આવી છે તે પણ જાણી શકો છો.


PNR નંબરનો અર્થ શું છે?


PNR નંબરનું ફૂલ ફોર્મ Passenger Name Record છે. તેના નામ પ્રમાણે, પેસેન્જરની તમામ માહિતી આ નંબરમાં રેકોર્ડ કરવામાં આવે છે. રિઝર્વેશન કરતી વખતે જ પેસેન્જર માટે આ નંબર જનરેટ થાય છે.


PNR નંબરથી આ રીતે ચેક કરો ડિટેલ્સ


કન્ફર્મ સીટ જાણવા માટે તમે PNR નંબરની મદદ લઈ શકો છો. આ નંબર જાણવા માટે સૌથી પહેલા IRCTCની વેબસાઈટ પર ક્લિક કરો. આ પછી, તમે ઑનલાઇન PNR નંબર વિકલ્પ પર ક્લિક કરીને માહિતી મેળવી શકો છો. આ સિવાય મોબાઈલ પર એસએમએસ દ્વારા પીએનઆર નંબરની મદદથી ટ્રેનની સ્થિતિ જાણી શકાય છે.


PNRના 10 નંબરથી મળે છે આ માહિતી


10 અંકોમાંથી પ્રથમ ત્રણ નંબર જણાવે છે કે પ્રવાસીએ કયા ઝોનમાંથી રિઝર્વેશન કરાવ્યું છે. જેમ કે મુંબઈ ઝોનની સંખ્યા 8 છે અને મુંબઈથી દિલ્હી સુધી રિઝર્વેશન કરવામાં આવ્યું છે, તો તમારો PNR નંબર 8 થી શરૂ થશે અને બાકીના બે નંબરો પણ ઝોન વિશે જણાવશે. આ પછી 7 નંબરોમાં ટ્રેન નંબર, મુસાફરીની તારીખ, મુસાફરોની વિગતો વગેરે જેવી માહિતી હોય છે.


આ ઉપરાંત આ નંબરોમાં તમારી મુસાફરી કયા સ્ટેશનથી શરૂ થશે અને કયાં સમાપ્ત થશે તેની માહિતી પણ હોય છે. તમે જે ક્લાસમાં મુસાફરી કરી રહ્યા છો જેમ કે AC 1, AC 2, AC 3, સ્લીપરની માહિતી પણ તેમાં હોય છે.