Indian Railways new rules 2026: ભારતીય રેલવેને ભલે દેશની જીવાદોરી માનવામાં આવતી હોય, પરંતુ કેટલાક લોકો હજુ પણ ટિકિટ વગર મફતમાં મુસાફરી કરવાની ટેવ ધરાવે છે. આવા લોકો માટે રેલવેએ હવે લાલ આંખ કરી છે. આજથી એટલે કે 20 જૂન, 2026 થી રેલવેના નવા અને કડક નિયમો લાગુ થઈ ગયા છે. હવે જો તમે ટ્રેનમાં ટિકિટ વગર મુસાફરી કરતા પકડાશો, તો તમારે પહેલા કરતા બમણો દંડ ચૂકવવો પડશે. એટલું જ નહીં, જો દંડ ભરવાની આનાકાની કરશો તો 6 મહિના માટે જેલની હવા પણ ખાવી પડી શકે છે. રેલવેનો આ આકરો નિર્ણય મુસાફરોમાં શિસ્ત જાળવવા અને મફતિયા મુસાફરીને સંપૂર્ણપણે અટકાવવા માટે લેવાયો છે.

Continues below advertisement

શું છે નવા નિયમો અને દંડની જોગવાઈ?

નવા નિયમો મુજબ, 'જાહેર ટ્રસ્ટ અધિનિયમ 2026' હેઠળ 'રેલવે અધિનિયમ 1989' ની કલમ 137 અને 138 માં મહત્વનો સુધારો કરવામાં આવ્યો છે. આ અંતર્ગત ટિકિટ વગર મુસાફરી કરવી હવે ગંભીર ગુનો ગણાશે.

Continues below advertisement

અગાઉ ટિકિટ વગર પકડાવા પર લઘુત્તમ 250 રૂપિયાનો દંડ વસૂલવામાં આવતો હતો.

હવે 20 જૂન, 2026 થી આ લઘુત્તમ દંડની રકમ વધારીને સીધી 500 રૂપિયા કરી દેવામાં આવી છે.

પકડાયેલા મુસાફરે દંડની રકમની સાથે-સાથે પોતાની યાત્રાનું સંપૂર્ણ ભાડું પણ ચૂકવવું પડશે.

કયા કિસ્સામાં લાગી શકે છે દંડ?

રેલવે પ્રશાસન નીચે મુજબના કિસ્સાઓમાં તમારી પાસેથી દંડ વસૂલી શકે છે:

જો તમે કોઈપણ માન્ય ટિકિટ લીધા વગર જ ટ્રેનમાં મુસાફરી કરતા પકડાઈ જાવ.

જો તમે અગાઉ વપરાઈ ગયેલી (જૂની) ટિકિટ લઈને ફરીથી મુસાફરી કરતા હોવ.

જો તમે કોઈ ખોટી કે બનાવટી ટિકિટ સાથે પકડાઈ જાવ.

આ પણ વાંચોઃ રેલ્વે મુસાફરો ધ્યાન આપો: 1 માર્ચથી UTS એપ બંધ થશે, હવે આ નવી એપથી જ બુક થશે ટિકિટ; જાણો સંપૂર્ણ વિગત

દંડ ન ભરવા પર શું થશે?

રેલવે તંત્રએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો કોઈ મુસાફર પકડાયા બાદ દંડ ભરવાનો ઇનકાર કરશે, તો તેની સામે કોર્ટમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આવા કિસ્સામાં ઉલ્લંઘન કરનારને 6 મહિના સુધીની જેલની સજા પણ થઈ શકે છે. રેલવે વિભાગે તમામ મુસાફરોને અપીલ કરી છે કે દંડ અને જેલથી બચવા માટે હંમેશા માન્ય ટિકિટ સાથે જ મુસાફરી કરો અને રેલવેના નિયમોનું ચુસ્તપણે પાલન કરો.

આ પણ વાંચોઃ Gold Rules: ટ્રેનમાં તમે કેટલું સોનું લઈ જઈ શકો છો? જાણો ભારતીય રેલ્વે અને RBI ના નિયમો