મુંબઈ: શુક્રવારે ભારતીય શેર બજાર મોટો કડાકો જોવા મળ્યો હતો જ્યારે આજે માર્કેટ ખુલતાં જ 1000 પોઈન્ટનો કડાકો જોવા મળ્યો છે. બોમ્બે સ્ટોક એક્સચેંજનો મુખ્ય સૂચકાંક સેન્સેક્સ 960.23 અંક એટલે કે 2.42 ટકાના ઘટાડા પછી 38,785.43 ના સ્તર પર ખુલ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 290.25 પોઈન્ટ એટલે કે 2.49 ટકાના ઘટાડા બાદ 11,343.05ના સ્તર પર ખુલ્યો હતો.

વૈશ્વિક બજારમાં ક્રૂડના ભાવમાં ગુરૂવારે ચાર ટકાથી વધુનો ઘટાડો થયો હતો. વેપારીઓને ડર છે કે, કોરોના વાયરસની અસર ક્રૂડ તેલની માંગ પર પડે તેવી સંભાવના છે. ખાસ કરીને મોટા ગ્રાહક દેશ ચીનથી એપ્રિલ ડિલિવરી માટેનો બ્રેન્ટ ક્રૂડ 2.2 ટકા ઘટીને 51.20 ડોલર પ્રતિ બેરલ રહ્યો હતો.

નિફ્ટીની વાત કરીએ તો, તેનો હાલ પણ એવો જ છે 50 શેરનો રેડ ઝોનમાં જોવા મળ્યાં હતાં. જો વધારે ઘટાડાની વાત કરવામાં આવે તો ટેક મહિન્દ્રા, ટાટા મોટર્સ, ટાટા સ્ટીલ, વેદાંતાનો પણ સમાવેશ કરવામાં આવે છે.