Rich Indian: ભારતમાં અમીર ભારતીયોની સંખ્યા અને આવક બંને ઝડપથી વધી રહ્યા છે. એક રિપોર્ટમાં જાહેર કરવામાં આવેલા ડેટાને જોઈને આનો અંદાજ સરળતાથી લગાવી શકાય છે. સેન્ટ્રમ ઇન્સ્ટિટ્યૂશનલ રિસર્ચના એક નવા રિપોર્ટમાં આ જાણકારી આપવામાં આવી છે. રિપોર્ટ અનુસાર, દેશમાં 31,000થી વધુ લોકો દર વર્ષે 10 કરોડ રૂપિયા કમાઈ રહ્યા છે, જ્યારે વાર્ષિક 5 કરોડ રૂપિયા કમાતા લોકોની સંખ્યા 58,000ને પાર થઈ ગઈ છે.


પાંચ વર્ષમાં જંગી નફો કર્યો


સેન્ટ્રમ ઇન્સ્ટિટ્યૂશનલ રિસર્ચ (Centrum Institutional Research) રિપોર્ટમાં છેલ્લા પાંચ વર્ષ એટલે કે 2019 થી 2024 સુધીનો ડેટા જાહેર કરવામાં આવ્યો છે અને કહેવામાં આવ્યું છે કે ભારતમાં કરોડપતિની સંખ્યા ઝડપથી વધી રહી છે. આ 5 વર્ષમાં ભારતમાં 10 કરોડથી વધુની કમાણી કરનારા લોકોની સંખ્યામાં 63 ટકાનો જોરદાર વધારો થયો છે અને હાલમાં 31,800 કરોડપતિ વાર્ષિક આટલી કમાણી કરી રહ્યા છે. આ સમયગાળા દરમિયાન 10 કરોડથી વધુની કમાણી કરનારાઓની કુલ નેટવર્થ 121 ટકા વધીને 38 લાખ કરોડ રૂપિયા થઈ છે, જે 121 ટકાનો ઉછાળો દર્શાવે છે.


જે ભારતીયોની વાર્ષિક આવક  5 કરોડ રૂપિયાથી વધુ છે તેમની સંખ્યામાં છેલ્લા પાંચ વર્ષમાં 49 ટકાનો જોરદાર વધારો જોવા મળ્યો છે અને તેમનો આંકડો 58,200 પર પહોંચી ગયો છે. વર્ષ 2019-24 ની વચ્ચે તેમની સંયુક્ત નેટવર્થમાં 106 ટકાનો મોટો ઉછાળો આવ્યો છે અને તે 40 લાખ કરોડ રૂપિયા થઈ ગયો છે.


આ કમાણીના આંકડા દર્શાવે છે કે છેલ્લા પાંચ વર્ષમાં ભારતીયોની કમાણીમાં જોરદાર વધારો થયો છે. ખાસ વાત એ છે કે એવા સમયે પણ કમાણી ઝડપથી વધી છે જ્યારે દેશ પણ કોરોના મહામારીના પ્રકોપનો સામનો કરી રહ્યો હચોય  રિપોર્ટમાં અંદાજ છે કે ભારતમાં હાઈ નેટવર્થ લોકોની આવક (HNI) 2028 સુધીમાં વાર્ષિક આશરે 14 ટકાના દરે વધી શકે છે અને તે 2.2 ટ્રિલિયન ડોલર સુધી પહોંચી શકે છે.


દેશમાં માત્ર 15 ટકા લોકો એવા છે જેઓ પોતાની ફાઇનાન્સિયલ વેલ્થને પ્રોફેશનલ રીતે મેનેજ કરે છે. જ્યારે વૈશ્વિક સ્તરે તે 75 ટકા છે. હાઈ નેટવર્થ અને અલ્ટ્રા હાઈ નેટવર્થ લોકોની આવક વધારવામાં સૌથી મહત્વની ભૂમિકા લોકો નોકરીને બદલે વ્યવસાય તરફ આગળ વધી રહ્યા છે.


NPS Vatsalya Scheme: બાળકોનું પેન્શન એકાઉન્ટ, વાર્ષિક આટલા રૂપિયાનું કરી શકશો રોકાણ, જાણો યોજનાની તમામ જાણકારી