NPS Vatsalya Scheme: કેન્દ્ર સરકાર દેશની આગામી પેઢીને આર્થિક રીતે મજબૂત અને સ્વતંત્ર બનાવવા માટે એક મોટી યોજનાની શરૂઆત કરવા જઇ રહી છે. આ અંતર્ગત બાળકો માટે પેન્શન ખાતું ખોલાવી શકાય છે. નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ આજે (18 સપ્ટેમ્બર 2024) બપોરે 3 વાગ્યે NPS વાત્સલ્ય યોજના શરૂ કરશે. આ યોજનાની જાહેરાત 2024-25ના બજેટમાં કરવામાં આવી હતી. આ યોજનામાં સબ્સ્ક્રાઇબ કરવા માટે એક ઓનલાઈન પ્લેટફોર્મ પણ શરૂ કરવામાં આવશે.






નાણા મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા નિવેદન અનુસાર, યોજના સાથે સંબંધિત વિગતો જાહેર કરવાની સાથે આ યોજનામાં જોડાનારા સબ્સ્ક્રાઇબર્સ (Minor Subscribers) ને Permanent Retirement Account Number પણ સોંપવામાં આવશે. NPS વાત્સલ્ય યોજના હેઠળ માતા-પિતા તેમના બાળકોના ભવિષ્ય માટે પેન્શન ખાતામાં રોકાણ કરી શકશે જેથી લાંબા ગાળે તેમના માટે મોટી રકમ ઊભી કરી શકાય.


વાર્ષિક 1,000 રૂપિયાનું રોકાણ


નાણા મંત્રાલયના જણાવ્યા અનુસાર, NPS વાત્સલ્ય યોજના ફ્લેક્સિબલ કન્ટ્રીબ્યૂશન અને રોકાણ વિકલ્પ પ્રદાન કરશે, જેના દ્વારા માતાપિતા બાળકના નામે વાર્ષિક 1,000 રૂપિયાનું રોકાણ કરી શકે છે. તે તમામ પરિવારો માટે સુલભ હશે.


આ નવી યોજના બાળકોના આર્થિક ભવિષ્યને સુરક્ષિત કરવા માટે શરૂ કરવામાં આવી છે, જે ભારતની પેન્શન સિસ્ટમમાં એક મહત્વપૂર્ણ પગલું છે. આ યોજના પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (PFRDA) હેઠળ ચલાવવામાં આવશે. NPS વાત્સલ્યની શરૂઆત એ લાંબા ગાળાના નાણાકીય આયોજન અને બધા માટે સુરક્ષાને પ્રોત્સાહન આપવાની ભારત સરકારની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.


લોક-ઇન પીરિયડ શું છે?


આ યોજના હેઠળ 3 વર્ષના લોક-ઇન પીરિયડ પછી શિક્ષણ, ગંભીર બીમારી અને વિકલાંગતામાં જમા રકમમાંથી 25 ટકા રૂપિયા ઉપાડી શકાય છે. આ મહત્તમ ત્રણ વખત કરી શકાય છે. કેન્દ્રીય બજેટ 2024માં ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે નેશનલ પેન્શન સિસ્ટમ (NPS) માં એમ્પ્લોયર દ્વારા કપાતનો દર કર્મચારીના પગારના 10 ટકાથી વધારીને 14 ટકા કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.


Sukanya Samriddhi Yojana: આવા સુકન્યા એકાઉન્ટ સરકાર કરી દેશે બંધ, નાણાં મંત્રાલયે બદલ્યા નિયમો