Retail Inflation Data: ભારતમાં ફરી એકવાર મોંઘવારીએ દેશના લોકોની ચિંતા વધારી છે. સામાન્ય માણસ પર ફરી એકવાર મોંઘવારીનો બોજ વધી ગયો છે. જાન્યુઆરી 2023માં રિટેલ મોંઘવારી દર ફરી એકવાર માત્ર 6 નહીં પરંતુ સાડા છ ટકાને પાર કરી ગયો છે. જાન્યુઆરી 2023માં રિટેલ મોંઘવારી દર મોટા ઉછાળા સાથે 6.52 ટકા પર પહોંચી ગયો છે. જ્યારે ડિસેમ્બર 2022માં છૂટક ફુગાવાનો દર 5.72 ટકા હતો.


રિટેલ મોંઘવારી વધવાનું આ છે કારણ


જો આપણે છૂટક ફુગાવાના કારણો પર નજર કરીએ તો જાન્યુઆરીમાં ખાદ્ય ચીજોનો ફુગાવાનો દર 5.94 ટકા પર પહોંચી ગયો છે. જે ડિસેમ્બર 2022માં 4.19 ટકા હતો. એટલે કે જાન્યુઆરીમાં ખાદ્યપદાર્થો મોંઘા થયા છે. જાન્યુઆરી 2022માં ખાદ્ય ચીજવસ્તુઓનો મોંઘવારી દર 5.43 ટકા હતો. જાન્યુઆરી 2023માં મોંઘા દૂધની અસર છૂટક ફુગાવાના દર પર દેખાઈ રહી છે. દૂધ અને તેનાથી બનેલ ઉત્પાદનોનો મોંઘવારી દર 8.79 ટકા રહ્યો છે. 


આંકડા પ્રમાણે મસાલા પણ મોંઘા થયા છે અને તે જ મોંઘવારી દર 21.09 ટકા રહ્યો છે. અનાજ અને ઉત્પાદનોનો મોંઘવારી દર 16.12 ટકા રહ્યો છે. જ્યારે માંસ અને માછલીનો મોંઘવારી દર 6.04 ટકા, ઈંડાનો 8.78 ટકા રહ્યો છે. લીલોતરી અને શાકભાજીનો ફુગાવાનો દર નકારાત્મક છે અને તે -11.70 ટકા રહ્યો છે. ફળોનો મોંઘવારી દર 2.93 ટકા હતો.


ABP-CVoter Opinion Poll: મોંઘવારી નહીં આ મુદ્દાને ગુજરાતના મતદારોએ ગણાવ્યો સૌથી મહત્વનો


ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને તમામ પાર્ટીઓ પુરજોશમાં પ્રચાર પ્રસાર કરી રહી છે. પ્રથમ તબક્કાના મતદાનને હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે સૌના મનમાં એ જ સવાલ છે કે આ વખતે ક્યા મુદ્દાઓને લઈને ગુજરાતના મતદારો મતદાન કરશે. આ વખતે ચૂંટણીનો સૌથી મોટો મુદ્દો ક્યો છે તેને લઈને પણ ચર્ચાઓ થઈ રહી છે. પેપર ફુટવાથી લઈને મોંઘવારી સુધીના મુદ્દાઓ આ સમયે હાવી જોવા મળી રહ્યા છે. હવે આ કડીમાં ABP-CVoter દ્વારા લોકોનો મિજાજ જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. લોકો પાસે જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો કે, તેઓ ક્યા મુદ્દાને ચૂંટણીનો સૌથી મોટો મુદ્દો માને છે. 


ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ના મતદાનમાં હવે માત્ર બે દિવસ બાકી છે. પ્રથમ તબક્કામાં 1 ડિસેમ્બરે રાજ્યની 182 બેઠકોમાંથી 89 બેઠકો પર મતદાન થશે. રાજ્ય આ વખતે ત્રિપાંખીયો જંગ જોવા મળી રહ્યો છે. ભાજપ અને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી તમામ બેઠકો પર ચૂંટણી લડી રહી છે. પરંતુ ઘણા સર્વેક્ષણોમાં તે સામે આવ્યું છે કે રાજ્યમાં AAPને હળવાશથી ન લેવી જોઈએ.