Home Loan EMIs: ભારતીય રિઝર્વ બેંકે ફરી એકવાર રેપો રેટમાં વધારો કર્યો છે. 0.35 ટકાના વધારા સાથે હવે RBI રેપો રેટ 5.9 ટકાથી વધીને 6.25 ટકા થઈ ગયો છે. આ વર્ષે મે પછી RBI તરફથી આ 5મો વધારો છે. RBIના આ પગલાથી હોમ લોન EMI, પર્સનલ લોન અને કાર લોનનું વ્યાજ વધશે.
જો એપ્રિલમાં આરબીઆઈના રેપો રેટ પર નજર કરીએ તો તે દરમિયાન રેપો રેટ 4 ટકા હતો, પરંતુ મે પછી તીવ્ર વધારાને કારણે હવે રેપો રેટ 6.25 ટકા પર પહોંચી ગયો છે. આ દરમિયાન, માત્ર 8 મહિનાના ગાળામાં રેપો રેટમાં 2.25 ટકા અથવા 225 બેસિસ પોઈન્ટ્સનો વધારો થયો છે, જેની સીધી અસર તમારી લોનના EMI પર પડે છે.
રેપો રેટમાં વધારોઃ લોનની EMI કેટલી વધશે
જો કોઈ અરજદાર લોન લેવા માંગે છે, તો હોમ લોન, બિઝનેસ લોન, પર્સનલ લોન, કાર લોન અને એજ્યુકેશન લોન બેંક દ્વારા વધેલા લોનના વ્યાજ દર અનુસાર આપવામાં આવશે. જો કોઈ બેંકે રેપો રેટમાં વધારો કર્યા પછી પણ તેના લોનના વ્યાજમાં વધારો કર્યો નથી, તો તમને ત્યાં જૂના વ્યાજ પર જ લોન મળશે. જો કે, એવું ભાગ્યે જ બને છે કે રેપો રેટમાં વધારો કર્યા પછી, બેંકો લોનના વ્યાજમાં વધારો ન કરે. આ સિવાય જો કોઈ વ્યક્તિ તેની જૂની લોનની સાથે નવી લોન લે છે તો તેણે પણ નવા વ્યાજના હિસાબે રકમ ચૂકવવી પડશે અને EMI પણ તેના આધારે નક્કી કરવામાં આવશે.
કેટલા હપ્તા ભરવાના રહેશે
જો કોઈ વ્યક્તિએ આ વર્ષે માર્ચમાં 20 વર્ષ માટે 30 લાખ રૂપિયાની હોમ લોન લીધી હોય તો તેની માસિક EMI 7 ટકાના દરે 23,258 રૂપિયા હશે. જ્યારે આ રેપો રેટમાં 2.25 ટકાનો વધારો કર્યા પછી વ્યાજ દર 9.25 ટકા થઈ જાય છે, તો દર મહિને લોનની રકમ 27,387 રૂપિયા ચૂકવવી પડશે.
લોનની EMI 23 ટકા વધશે
આ વધારો 20 વર્ષની લોન માટે 17.75 છે, પરંતુ જો આ જ ગણતરી 30 વર્ષ માટે કરવામાં આવે તો EMIમાં 23 ટકાનો વધારો થશે. તમારે ટૂંકા ગાળાની લોન પર ઓછું વ્યાજ ચૂકવવું પડશે. ધારો કે જો આ લોન 10 વર્ષ માટે છે, તો EMI 9.96% વધશે.