૧. સૌ પ્રથમ એ વાત જેની દુનિયા ભરમાં ચર્ચા છે એ આપની સફરની કે જેમાં રોજ મિલિઅન બિલિઅન ડોલરના આંકડા જોડવાની વાત એક સામાન્ય લાગે છે.
ગૌતમ અદાણી: એક રીતે જોઇએ તો આ આંકડાઓ સહજ છે અને તેની આસપાસ અમારું બિલકુલ લક્ષ્ય બિલકુલ નથી. પણ મહત્વની વાત એ છે કે તમારા દ્વારા થઇ રહેલું કાર્ય સમાજ અને દેશ હિતના કામમાં આવી રહ્યું છે. એક ભારતિય નાગરિક હોવાના નાતે મને એવું લાગી રહ્યું છે કે છેલ્લા કેટલાક સમયથી સમગ્ર દેશમાં એવી ભાવના પ્રવર્તી રહી છે કે આપણે આપણા દેશને વિકાસશીલમાંથી વિકસીત દેશની શ્રેણીમાં લાવી મૂક્યો છે. આ લક્ષ્યને હાંસલ કરવામાં માની શકાય કે આ માટે જનતાની ભરપૂર કોશિષોની વચ્ચે એક નાનો પ્રયાસ અમારા સમૂહનો પણ છે.
૨.માની લઇએ કે વિશ્વના સૌથી ધનિક બનવાની સ્પર્ધા એક સહજ આંકડો છે તો પછી આગળ વધવાની પ્રેરણા આપને ક્યાંથી મળે છે?
ગૌતમ અદાણી: ભારતે લાંબો સમય ગુલામી વેઠ્યા બાદ આઝાદ થયો હતો. અને તમામ જરુરતો નવેસરથી ઉભી કરવી આવશ્યક હતી. ઘણી જૂની વાતો કહેવા માટે હું લેશમાત્ર હક્કદાર નથી પરંતું ૧૯૮૦-૯૦ના દાયકામાં જ્યાંરે અમે વેપારના ક્ષેત્રમાં પગરણ માંડ્યા તે વેળા દેશની જરુરીયાતો અને તેની તકલીફોને ઘણી નજીકથી નિહાળતા લાગ્યું કે આપણી પાસે ના તો પૂરતા બંદરો હતા કે ના એરપોર્ટ. રસ્તાઓની હાલત પણ બહુ સારી ન હતી.આપણી પાસે વીજળીની માંગ અને પૂરવઠાનો પરસ્પર કોઇ તાલમેલ જ ન હતો.એ વખતે લગભગ આપણી સાથે જ ઉભરેલું ચીન પ્રગતિના પંથે ઝડપથી આગળ વધી રહ્યું હતું.એ સમયે મને સમજાયું કે હાલ આપણા દેશમાં સૌથી વધુ જરુર એક ચઢીયાતું આંતરમાળખું ઉભું કરવાની છે. સંસાધનોની કમી નથી પરંતુ તેના ઉચિત સદુપયોગના સંદર્ભમાં વ્યવસ્થાઓની જરુરીયાત છે. બસ,ત્યારથી એ જરુરતોને પૂરી કરવાના પ્રયાસોમાં જોતરાયા છીએ.
૩.આપના આ પ્રયાસો કેટલી હદે સફળ થયા છે?
ગૌતમ અદાણી: તેનો મારાથી સારો જવાબ તો કદાચ તમે લોકો જ આપી શકો. અમે તો અમારું કામ કરીએ છીએ. અંગત રીતે એક ભારતિય હોવાના નાતે મને આત્મ સંતોષ છે કે હું અને મારો સમૂહ દેશના નવનિર્માણ અને કાયાપલટ કરવાના કાર્યયજ્ઞમાં યથાશક્તિ આહુતિ આપી રહ્યા છીએ જેને હું પરમાત્માની દેન અને વડીલોના આશિર્વાદના સ્વરુપે જોવું છુ. એટલું નહી હું તેને મારું સદભાગ્ય માનું છું કે છેલ્લા ત્રણ દસકાથી તમામ હિસ્સેદારો, રોકાણકારો, સરકાર,નિયમનકાર અને દેશના તમામ લોકોએ અમારાં પ્રયાસોમાં સહભાગી બની અમારા જોમ જુસ્સાને પ્રચંડ બળ આપી રહ્યા છે.
૪. આપના ટીકાકારોનું કહેવું છે કે મોદીજી સાથેની આપની ઘનિષ્ઠ મિત્રતાના કારણે આ બધું શક્ય બન્યું છે. આપ શું કહેશો?
ગૌતમ અદાણી: આ પ્રકારની ટીકા કરનારાઓ ના તો મોદીજીને જાણે છે કે ના તો તેમની ક્ષમતાને જાણે છે..હકીકતમાં આવી વાતો કદાચ એટલે થાય છે કારણ કે હું ગુજરાતનો છું અને નરેન્દ્ર મોદીજી બાર વર્ષ ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા છે. અન્ય લોકોની જેમ મને પણ ખબર છે કે તેઓ સંપૂર્ણ નિષ્પક્ષ અને પ્રમાણિક છે. સાચી વાત તો એ છે કે તેમની નિતીઓના કારણે પહેલા ગુજરાતમાં અને હવે દેશમાં વ્યવસાય કરવા માટે અનુકૂળ વાતાવરણ બન્યું છે. અને તેનો ફાયદો તમામ પ્રકારના વેપાર ધંધાને પણ મળ્યો છે.દેશ-પ્રદેશોને પણ થયો છે. જ્યાં સુધી અંગત રીતે ફાયદાની વાત છે તો મારા સમૂહના એકમો દેશના બિન-ભાજપ શાસિત તમામ રાજ્યો જેભ કે રાજસ્થાન, છત્તીસગઢ, તામિલનાડુ, કેરળ, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, ઓરીસ્સા વગેરેમાં છે કે જ્યાં જુદા જુદા પક્ષોની સરકારો છે. અમે આ સરકારોની સાથે પણ ઠોસ નીતિ અને નિયતથી તેઓના સહયોગ અને સંકલનથી કામ કરી રહ્યા છીએ. તમે એક ઉદાહરણ તો આપો કે જેમાં મારી એકપણ કંપનીને કોમ્પિટીટીવ બિડીંગ વગર કોન્ટ્રેક્ટ મળ્યો હોય.
૫. રાહુલ ગાંધી આપને કેમ સતત નિશાન બનાવે છે?
ગૌતમ અદાણી: તેનો જવાબ હું શું આપી શકું? તેઓ દેશના સૌથી જૂનાં રાજકીય પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ રહ્યા છે. એ દેશનો હું એક સામાન્ય ઉદ્યોગકાર છું
૬. એક મોટી ટીકા એવી પણ થતી રહે છે કે આપના સમૂહની કંપનીઓ ઉપર એટલું દેવુ છે કે ગબારો ફૂટશે તો બેંકોને મોટુ નુકશાન થશે.
ગૌતમ અદાણી: તમે ખૂબ સરસ સવાલ પૂછ્યો છે. તમને ખ્યાલ હશે કે ઇન્ફ્રાસ્ટ્રકચરના ક્ષેત્રમાં કામ કરતી કંપનીઓને પુષ્કળ નાણાની જરુર પડે છે પરિણામે ધિરાણ લેવું જ પડે છે.હવે આ ધિરાણ લાંબાગાળાની મુદતનું હોય, સારી શરતો પર મળે અને આ નાણાથી તમે બહુ ઝડપથી પ્રગતિ કરી રહ્યા હોવ તો આ એક સારી રણનીતિ છે. અમારા ઉદ્યોગ સમૂહ પર ગયા નવ વર્ષમાં દેવું ૧૧ ટકાની ઝડપથી વધ્યું અને કમાણી બેગણી અર્થાત ૨૨ ટકાની ઝડપે થઇ. તો કહો કે આ સંગીન રણનીતિ છે કે નહી? આ રણનીતિના કારણે છેલ્લા ૯ વર્ષમાં મારી કંપનીના શેરોના ભાવ ઘણી ઝડપે વધ્યા છે અને રોકાણકારો એટલે કે શેરધારકોને મબલખ લાભ થયો છે.એક વધુ અખત્યની વાત એ પણ છે કે ગત છેલ્લા ૯ વર્ષમાં દેવું અને અને દેવું ચૂકવવા માટેની આવક જેને EBIDTA કહેવામાં આવે છે તેના અનુપાતમાં લગભગ ૫૦ %નો ઘટાડો થયો છે એ ઉલ્લેખનીય છે કે આ સમયગાળામાં દેવામાં સરકારી અને ખાનગી બેંકનો હિસ્સો ૮૪% ઘટીને ફક્ત ૩૩% રહી ગયો છે.એટલે કે ૬૦% નીચે ઉતર્યો છે. આ આંકડાઓ સ્પષ્ટ કરે છે કે આ તમાભ આક્ષેપો આધારવિહોણા છે. ઇતિહાસ સાક્ષી છે કે અદાણી ગૃપ ૠણ ચૂકવવા માટે ડિફોલ્ટ તો છોડો એક દિવસનો વિલંબ થયો નથી. કંપનીઓના નાણકીય સ્વાસ્થ્યના મૂલ્યાંકનમાં રેટીંગ એજન્સીઓનું પણ અતિ મહત્વનું સ્થાન છે.રેટિંગ એજન્સીઓની સૌથી સારી સોવરીન રેટીંગ હોય છે. મને જણાવતા ખૂબ આનંદ થાય છે કે અમારી લગભગ તમામ અદાણી કંપનીઓ સોવરીન રેટીંગ ધરાવે છે.જો કે ભારત સરકારની રેટીંગ સમકક્ષ છે. રસપ્રદ અને જાણવા જેવી વાત એ છે કે અમારી કંપનીઓ સિવાય ભારતની કોઇ કંપની અને સમૂહની એ બધી કંપનીઓને સોવરીન રેટીંગ મળ્યું નથી.કરજ એ કોઇ મુદ્દો જ નથી. આશ્ચર્યની વાત છે કે અમારી કંપનીઓ ઉપરના કરજને એટલું હાઇલાઇટ કરવામાં આવે છે પરંતુ એ વાતની ચર્ચા ક્યારેય નથી થતી કે ગત ત્રણ વર્ષ દરમિયાન અમોને લગભગ રુ. ૧,૩૦,૦૦૦ કરોડનું રોકાણ.મળ્યું છે અને તે પણ વિશ્વના સૌથી મોટા રોકાણકારો પાસેથી.
૭.અત્યાર સુધી અમે એવા સવાલો પૂછ્યા જે ટીકાકારો ઉઠાવતા રહે છે. એમાનો એક છેલ્લો સવાલ આપ સૌથી મોટી ગ્રીન એનર્જી કંપની બની હોવાનો દાવો કરો છો પરંતુ કોલસાનો આપનો મોટો કારોબાર છે. કેટલાક સમય પહેલા આપે ઓસ્ટ્રેલિયામાં કોલસાની ખાણો લીધી છે.
ગૌતમ અદાણી: વ્યક્તિગત રીતે હું ગ્રીન એનર્જીનો કટ્ટર હિમાયતી છુ પરંતુ જમીની હકીકત એ છે કે ભારતની ઉર્જા સુરક્ષા માટે આપણને તાપ વિદ્યુત પરિયોજનાઓની હજી પણ જરુરીયાત છે. પરંતુ ધીમે ધીમે ફોસિલ ફ્યુઅલ આધારીત ગ્રીન એનર્જી લેતી જશે અને ઝડપથી દેશ એક ઉર્જા સુરક્ષામાં ગ્રીન અને ક્લીન એનર્જી પ્રાથમિક સ્ત્રોતનું સ્વરુપ લઇ લેશે. પણ ત્યાં સુધીમાં ટ્રાનઝીશનના આ દોરમાં ફોસિલ ફ્યુઅલની પણ ભૂમિકા રહેવાની. એટલે અમારું લાંબા સમયનું વિઝન ગ્રીન અને ક્લીન એનર્જી છે.
૮. દેશના અસંખ્ય લોકો માટે આપ પ્રેરણાનો એક મોટો સ્ત્રોત છો. આપની સફર વિશે જાણીને તેમને મોટી સફળતા હાંસલ કરવા માટે પ્રેરણા અને રસ્તો મળશે.
ગૌતમ અદાણી: હું એક સામાન્ય પરિવારનો માણસ છું જે ભારતીય પરંપરાઓની વચ્ચે ઉજર્યો ઉછર્યો છું. આજે પણ અમે સંયુક્ત પરિવારમાં રહીએ છીએ.એ પરિવારમાં ફક્ત લોહીના સંબંધ જ નહી પરંતુ મારા સહકર્મીઓ અને મિત્રો પણ આ પરિવારનો હિસ્સો છે. મારો એ પ્રયાસ રહે છે કે જે પણ કામ અમારા દ્વારા કરવામાં આવે તે ફક્ત મારા માટે જ નહી પણ અન્યોને પણ કામ આવે. અમે જે પણ કાર્ય કર્યું છે તેને જો તમે સફળતાની આંખે જોવા જાવ તો એ યાત્રામાં એ તમામલોકોની બહુ જ મહત્વની ભૂમિકા રહી છે.
૯. એક સમય હતો જ્યારે દેશમાં ઔદ્યોગિક ઘરાનાઓની ચર્ચા થતી ત્યારે જબાન ઉપર ટાટા-બિરલાના નામ આવતા. હવે અદાણી અને અંબાણીના આવે છે. આ પરિવર્તનને આપ કેવી રીતે જૂઓ છો?
ગૌતમ અદાણી: બેશક, ટાટા-બિરલા દેશના અતિ સમ્માનિય ઘરાના રહ્યા છે અને આજે પણ છે.અમે આજે પણ તેઓની પાસેથી શીખીએ છીએ. રિલાયન્સ સમૂહના સ્થાપક ધીરુભાઈ અંબાણીએ પણ એક સાધારણ વ્યકિત કેટલું અને શું કરી શકે છે તેનું ઉદાહરણ આપ્યું છે. તેમની જમીનથી આસમાન સુધીની સફર તમામ ઉદ્યોગપતિઓ માટે પ્રેરણા છે. મારા માટે તો એ પણ મહત્વનું છે કે હું પણ પ્રથમ પેઢીનો ઉદ્યોગ સાહસિક છું અને મેં પણ મારો કારોબાર ધીરુભાઈની જેમ શૂન્યથી શરુ કર્યો છે. મારો સમૂહ એ તમામ ઉદ્યોગ સમૂહનો આભારી છે. કારણ કે અમે તેઓના અનુભવોમાંથી ઘણું બધું શીખ્યા છીએ.
૧૦. ગૌતમ અદાણી આજે લાખો લોકો માટે રોલ મોડેલ છે. ગૌતમ અદાણી માટે પણ કોઇ રોલ મોડેલ રહ્યા છે? જો તેનો જવાબ હા હોય તો કોણ?
ગૌતમ અદાણી: જી, બિલકુલ છે અને તેઓ છે શ્રીકૃષ્ણ. જીવનના કોઇપણ ક્ષેત્રમાં તમને પડકારોનો સામનો કરવો પડે. શ્રી કૃષ્ણના ચરિત્રમાં તમને તમામ સમસ્યાઓનું સમાધાન મળી જશે. તેઓ સંઘર્ષોથી સફળતા અને સંકટોથી સમાધાન સુધીની યાત્રાનો પર્યાય છે. જ્યારે પણ એવી ઉલજનમા હોવ છું ત્યારે તેઓનું સ્મરણ કરું છુ.
૧૧. હાલના સમયમાં કોઇ પ્રેરણા સ્ત્રોત છે?
ગૌતમ અદાણી: આર. કે. લક્ષ્મણના કાર્ટુનના સામાન્ય આદમીને યાદ કરો , તેની મુશ્કેલીઓ,આશાઓ,જોશ, હતાશા,ઉલ્લાસ એ તમામની લાગણીઓ. હું તેમની તમામ ભાવનાઓ સાથે જીવ્યો છું અને તેને નજીકથી નિહાળી છે. મારા જીવનમાં,મારા પરિવાર સાથે મારા મિત્રો સાથે.એટલે દેશનો પ્રત્યેક નાગરિક મારા માટે પ્રેરણાનો સ્ત્રોત છે. તેઓના સારા માટે અમે સપના જોઇએ છીએ અને તે પૂરા કરવામાં લાગી જઇએ છીએ.
૧૨.દેશમાં સ્ટાર્ટ અપ કલ્ચર ઝડપથી વધી રહ્યું છે.જે લોકો નવા સપના જોઇ રહ્યા છે તેઓને આપની શું સલાહ છે?
ગૌતમ અદાણી: જીંદગીમાં કોઇ શોર્ટકટ નથી હોતો.સપના ત્યારે પુરા થાય છે જ્યારે તમને તમારા સપનાઓ ઉપર સંપૂર્ણ ભરોસો હોય અને તેને પૂરા કરવા માટે કઠોર મહેનત કરો છો અને સફળતા અસફળતા તો જીવનનો ભાગ છે. અસફળતાથી ડરવાનું કે ઝુકવાનૂં નથી. બાળપણમાં શિવમંગલસિંહ સુમનની આ પંક્તિઓએ મારા પર અમિટ છાપ છોડી હતી:
क्या हार में क्या जीत में,
कंनचत नहीं भयभीत मैं,
संघर्षा पथ पर जो मले,
यह भी सही, वह भी सही,
वरदान मांगूंगा नहीं।
૧૩.દેશની અર્થ વ્યવસ્થા ઉપર આવીએ તો દેશ ઉપર મહામારી અને રશિયા યુક્રેનના યુધ્ધ પછી આવેલા સંકટથી શું આપણે સંપૂર્ણ રીતે ઉગરી ગયા છીએ?
ગૌતમ અદાણી: મહામારીના સમયને યાદ કરો ,શું કોઇને એ સફળ વેક્સિનેશન પ્રોગ્રામની આશા હતી? લોકડાઉન પછી આર્થિક સંકટમાંથી ઉગરી જવાનું શું સરળ લાગતું હતું? એવું લાગતું હતું કે આરોગ્યનું માળખું સંપૂર્ણ રીતે પડી ભાંગશે.પરંતુ એવુ કંઇ થયું? રશિયા યુક્રેનના યુધ્ધ બાદ દુનિયાભરમાં ઉર્જા, અનાજ, કરંસીનું સંકટ છે અને મુદ્રા સ્ફીનતા વધી રહી છે.પરંતુ આપણો દેશ તમામ સંકટોથી બચી ગયો છે. તે દેશની મજબૂત અર્થ વ્યવસ્થાનો પૂરાવો છે. વિદેશી રોકાણકારો નાણા રોકવા માટે લાઇનમાં ઉભા છે.મેન્યુફેક્ચરીંગ સેક્ટર છલાંગ બરવાનુ છે કારણ કે તે માટે જરુરી આંતરમાળખું તૈયાર છે. સર્વિસ સેકટરમાં આપણે પહેલેથી જ આગળ રહ્યા છીએ. હવે ઉત્પાદન માટે તમામ આંતર રાષ્ટ્રીય કંપનીઓ ભારત આવી રહી છે. ભારત વિશ્વના નકશામાં આશાઓનો બીજો મુકામ છે G-20ની અધ્યક્ષતા ભારતને મળી છે. ભારતીય હોવાના લીધે આપણે બધા આ પરિવર્તન માટે ગૌરવ લઇ શકીએ છીએ.
૧૪. આપનો મિડીઆમાં પ્રવેશ ઉપર સવાલ ના કરુ તો ઇન્ટરવ્યુ અધૂરો રહી જશે. એનડીટીવીના હસ્તાંતરણને કેટલાક લોકો પ્રેસ ફ્રિડમ પર લગામ કસવાની કોશિશનો ભાગ તરીકે જોઇ રહ્યા છે.
ગૌતમ અદાણી: કોર્પોરેટ જગતનો મિડીઆમાં પ્રવેશ અને મિડીઆ ચલાવનારાઓનો બીજા વ્યવસાયમાં પગ પેસારો એ તો વરસોથી થઇ રહ્યો છે. આ ફક્ત ભારતમાં જ નહી પૂરી દુનિયામાં છે. પરંતુ ગૌતમ અદાણી કરી રહ્યા છે તો શોર બકોર થવાનો જ. મેં પહેલા પણ સ્પષ્ટતા કરી છે કે એનડીટીવીનું હસ્તાંતરણ એક સામાજિક જવાબદારી છે નહી કે લાભ માટે કરવામાં આવેલું હસ્તાંતરણ છે.હિંદુસ્તાનમાં ખૂફ સરસ મિડીઆ ગૃપ્સ છે પરંતુ હું ઇચ્છું છું કે એનડીટીવીના માધ્યમથી અમે એક આંતરરાષ્ટ્રીય સ્તરની બ્રાંડનું નિર્માણ કરીએ. NDTV એક ખૂબ સારી બહુ પ્રતિષ્ઠિત બ્રાંડ છે.અને જે ગુણો એક સારી બ્રાંડમાં હોવા આવશ્યક છે તે તમામ ગુણો છે તો સાચો વિચાર, રણનીતિ ટેકનિક, નાણાકીય અને માનવ સંસાધન કે જેના માધ્યમથી NDTV પોતાની કાબેલિયતને અનુરુપ આંતરરાષ્ટ્રીય ફલક ઉપર પોતાનું સ્થાન હાંસલ કરી શકે. હુ એ પણ કહેવા માંગુ છું કે મારી તમાભ કંપનીઓના CEO સ્વતંત્ર છે અને તેમના રોજબરોજના કામમાં કોઇપણ પ્રકારનો હસ્તક્ષેપ નથી. મારી ભૂમિકા રણનીતિ ઘડવા સુપી મર્યાદિત છે. NDTV ના કિસ્સામાં પણ માલિકો અને એડીટોરીયલની વચ્ચે એક સ્પષ્ટ લક્ષમણરેખા રહેશે.
૧૫. છેલ્લો સવાલ સમાજ સેવા અથવા તો સામાજિક કલ્યાણ સાથે સંકળાયેલા કાર્યોમાં આપના સમૂહનું સ્થાન ક્યાં છે?-
ગૌતમ અદાણી: આ તો મારા દિલની સૌથી નજીક છે એ સવાલ આપે પૂછ્યો.આ સવાલ ખરેખર તો સૌથી છેલ્લે નહી પરંતુ પહેલા પૂછવો જોઇતો હતો. સમાજ સેવા એટલે કે સામાજિક કલ્યાણના હેતુથી અમે અદાણી ફાઉન્ડેશનની સ્થાપના કરી છે. ફાઉન્ડેશન ના માધ્યમથી અમે દેશમાં પરિવર્તન લાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. આ માટે મારા ૬૦માં જન્મદિને મેં મારા પરિવાર સમક્ષ એક વિચાર રજૂ કર્યો હતો. હું દેશના સામાજિક ક્ષેત્રને 60,000 કરોડ રુપિયાની ભેટ આપવા ઇચ્છું છું. મને ખૂશી છે કે મારા પરિવારે સહજ રીતે સહમતી આપી દીધી છે. જેનાથી તમે શિક્ષણ, આરોગ્ય અને સ્કીલ ડેવલપમેન્ટ જેવા ક્ષેત્રમાં મૂર્ત રુપ લેતા જોશો. આ અભિયાન મારફત અમે દેશના આમ નાગરિકોની પિડાઓને વહેંચવાનો પ્રયાસ કરીશુ. રાષ્ટ્ર નિર્માણના મારા પ્રોજેક્ટનું આ સૌથી મહત્વનું પગલું છે.
૧૬.શું આપ અદાણી ફાઉન્ડેશનની કોઇ સિધ્ધિઓ વિશે કંઈક કહી શક્શો?
ગૌતમ અદાણી : અદાણી ફાઉન્ડેશન પોતાના નિરંતર પ્રયાસો થકી એક સામાજિક અને આર્થિક પરિવર્તન લાવવાના કામમાં લાગેલું છે. ફાઉન્ડેશનના ચેર પર્સન પ્રીતી અદાણીના સબળ નેતૃત્વ હેઠળ આજે ફાઉન્ડેશન જગતનું સૌથી સક્રીય અને અંતરિયાળ વિસ્તાર સુધી એક સકારાત્મક સામાજિક પ્રભાવ પાડનારા કેટલાક સંગઠનો પૈકીનું એક છે
જો આંકડાઓની વાત કરીએ તો ભારતના ખૂણે ખૂણે સપોર્ટ પ્રોગ્રામના માધ્યમથી ૨૪૦૯ ગામોમાં આશરે ૪૦ લાખ લોકોને મદદ કરી છે. સ્વચ્છાગૃહ, સુપોષણ,સક્ષમ, ઉડાન અને ઉત્થાન જેવી પહેલો થકી હજારો બાળકો, યુવાનો, મહિલાઓ અને પરિવારોને એક નવો રાહ ચિંધ્યો છે.
શિક્ષણ,આરોગ્ય, સસ્ટેનેબલ લાઇવલીહુડ અને રુરલ ઇન્ફ્રાસ્ટ્રકચરમાં એક સકારાત્મક પરિવર્તન લાવીને અને અનેક જિંદગીઓને સર્વાંગ સુંદર બનાવવાના અટલ ઇરાદાઓ જ ફાઉન્ડેશનની ઓળખ છે. અદાણી ફાઉન્ડેશનનું મૂળ લક્ષ્ય એક એવા સમાજનુ નિર્માણ કરવાનું છે કે જે તમામ માટે એક સમાન હોય તેમજ સમન્યાય હોય.