નવી દિલ્હીઃ વૈશ્વિક સ્તરે કોઇપણ પ્રકારની અનિશ્ચિતતા ઊભી થાય ત્યારે સોનાના ભાવમાં વધારો થતો હોય છે. વૈશ્વિક અનિશ્ચિતતાને કારણે શેરબજારમાં વોલેટિલિટી આવતી હોય છે અને તેનાથી ગભરાઈટને રોકાણકારો સોના જેવી સેફ એસેટમાં રોકાણ કરતા હોય છે. નિષ્ણાતો જણાવે છે કે રોકાણની અમુક ફાળવણી સોના માટે પણ કરવી જોઇએ. સોનામાં રોકાણ કરવાના વિવિધ વિકલ્પ છે. તમે ગોલ્ડ બાર, ગોલ્ડ કોઇન, જ્વેલરી વગેરે ફિઝિકલ સોનું ખરીદી શકો છો. આ ઉપરાંત ગોલ્ડ બોન્ડ અને ગોલ્ડ ઇટીએફ જેવી પેપર પ્રોડક્ટ્સ મારફત પણ સોનામાં રોકાણ થઈ શકે છે. સોનામાં રોકાણ કરતી વખતે શું સાવચેતી રાખવી તેની અહીં અગત્યની માહિતી આપવામાં આવી છે.

ગ્રામ દીઠ ખર્ચ

સોનાની ખરીદી કરતી વખતે પ્રથમ એ ધ્યાનમાં રાખવું જોઇએ કે તેના ગ્રામ દીઠ હાલના ભાવ શું છે. સોનાના તત્કાલિન ભાવ દર્શાવતા ઘણી વેબસાઇટ છે, તમે વિવિધ વેબસાઇટમાં સરખામણી કરી શકો છો. વિવિધ શોરૂમમાં પણ સોનાના ભાવ અલગ-અલગ હોઇ શકે છે. તેથી સૌથી પ્રથમ ભાવ અંગેની માહિતી એકત્ર કરો.

શુદ્ધતાનું પ્રમાણ

સોનું વિવિધ પ્રમાણની શુદ્ધતામાં ઉપલબ્ધ હોય છે અને શુદ્ધતાને આધારે તેના ભાવ નક્કી થાય છે. ઉદાહરણ તરીકે 100 ટકા ગોલ્ડ અથવા 24 કેરેટ ગોલ્ડ સૌથી શુદ્ધ ગણાય છે. 24 કેરેટ ગોલ્ડ એટલે 91.6 ટકા સોનું, કારણ કે તેમાં 22 ભાગ સોનાના અને બે ભાગ બીજી ધાતું હોય છે. એ જ રીતે 18 કેરેટ ગોલ્ડમાં 18 ભાગ સોનું હોય છે અને બાકીની બીજી ધાતું હોય છે, તેથી તે 75 ટકા ગોલ્ડ હોય છે. તેથી તમે ખરીદવા માગો છો તે સોનાનું રિસર્ચ કરો અને તેના ભાવની ચકાસણી કરો.



આધારભૂત પ્રમાણપત્ર

બીઆઇએસ (બ્લૂરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ)નુ સર્ટિફિકેટ ન ધરાવતું સોનાનું શુદ્ધ ન પણ હોઇ શકે છે. તે નકલી હોવાની પૂરી સંભાવના છે. હોલમાર્ક વાળા સોનામાં ક્વોલિટી અને પ્યોરિટીની ખાતરી મળે છે. તેથી જો રોકાણ માટે અથવા જ્વેલરી તરીકે સોનાની ખરીદી કરતી વખતે બીઆઇએસ હોલમાર્કનો પુરાવો માગો.

અન્ય ચાર્જ

સોનાની ખરીદી કરતી વખતે ભાવની સાથે બીજા ચાર્જ અંગેની માહિતી મેળવો. ગ્રામ દીઠ ચાર્જ તમારા અંતિમ ખરીદભાવમાં વધારો કરે છે. તમારે ઘડામણ કે વેસ્ટેજ ચાર્જ ચુકવવા પડે તેવું બની શકે છે. દરેક જ્વેલરી પોતાની રીતે આવા ચાર્જ લેતા હોય છે.



પરત ખરીદીની શરતો

સોનાના વેચાણકર્તા પાસે પરતખરીદી અથવા બાયબેકની શરતો વિશે ખાસ જાણો. તમે ખરીદી કરો છો ત્યારે તમારી પાસે માર્કેટભાવ લેવામાં આવે છે, પરંતુ તમે સોનાનું વેચાણ કરો ત્યારે માર્કેટભાવ મળતા નથી. તેથી એક્સ્ચેન્જ કે બાયબેકની શરતો અંગે જાણકારો મેળવો.

કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ

કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ