Share Market Investors: ગણેશ ચતુર્થીના એક દિવસ પહેલા શેરબજારના રોકાણકારો પર બાપ્પાની કૃપા જોવા મળી હતી. મંગળવારના ટ્રેડિંગ સેશનમાં શેરબજારમાં આવેલી જબરદસ્ત તેજીને કારણે રોકાણકારોની સંપત્તિમાં જબરદસ્ત ઉછાળો આવ્યો હતો. એક દિવસ અગાઉ, રોકાણકારો યુએસ ફેડ રિઝર્વના વડાના વ્યાજદરમાં મોટા વધારાના નિવેદન પર વેચવાલી કરી રહ્યા હતા. પરંતુ મંગળવારના ટ્રેડિંગ સેશનમાં માર્કેટમાં આવેલી તેજીને કારણે રોકાણકારોની સંપત્તિમાં જબરદસ્ત ઉછાળો આવ્યો હતો.
સંપત્તિમાં રૂ. 5.68 લાખ કરોડનો વધારો થયો છે
સોમવારે BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 274.56 લાખ કરોડ હતું. જે મંગળવારે બજારમાં ઉછાળાને કારણે રૂ. 5,68,305 કરોડના ઉછાળા સાથે રૂ. 280.25 લાખ કરોડે પહોંચી ગયો હતો. એટલે કે એક જ સત્રમાં શેરબજારના રોકાણકારોની સંપત્તિમાં રૂ. 5.68 લાખ કરોડનો વધારો જોવા મળ્યો હતો.
હકીકતમાં મંગળવારના ટ્રેડિંગ સેશનમાં BSE સેન્સેક્સમાં 3 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. બંધ થતા પહેલા BSE ઈન્ડેક્સ 1564 પોઈન્ટના વધારા સાથે બંધ થયો હતો. ચાલુ વર્ષમાં સેન્સેક્સમાં આ બીજો સૌથી મોટો ઉછાળો છે. બુધવારે ગણેશ ચતુર્થીના કારણે ભારતીય શેરબજારો બંધ રહેશે.
ગઈકાલે બજારમાં તેજીના કારણે તમામ સેક્ટરના ઇન્ડેક્સ લીલા નિશાનમાં બંધ થયા છે. આઈટી, બેન્કિંગ, ઓટો, ફાર્મા, એફએમસીજી, એનર્જી, મેટલ્સ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ઓઈલ એન્ડ ગેસ ઉપરાંત મીડિયા સેક્ટરના શેરોમાં ખરીદારી રહી હતી. મિડકેપ અને સ્મોલ કેપ શેરોમાં પણ ઉછાળો જોવા મળ્યો હતો. નિફ્ટીના તમામ 50 શેરો લીલા નિશાન સાથે બંધ થયા છે. તો સેન્સેક્સના તમામ 30 શેરો પણ લીલા નિશાનમાં બંધ થયા છે.
વધનારા શેર્સ
માર્કેટમાં વધતા શેરો પર નજર કરીએ તો, બજાજ ફિનસર્વ 5.47 ટકા, બજાજ ફાઇનાન્સ 4.86 ટકા, ઇન્ડસઇન્ડ બેન્ક 4.15 ટકા, ટેક મહિન્દ્રા 3.96 ટકા, ICICI બેન્ક 3.72 ટકા, કોટક મહિન્દ્રા 3.46 ટકા, ટાટા સ્ટીલ 3.29 ટકા, HDFC 3.29 ટકા. , HUL 3.27 ટકા, HDFC બેન્ક 3.21 ટકાના ઉછાળા સાથે બંધ થયા છે.
ઘટનારા શેર્સ
ઘટતા શેરો પર નજર કરીએ તો, NMDC 1.29 ટકા, ડૉ લાલપથ લેબ 1.20 ટકા, કોરોમંડલ એન્ટરપ્રાઇઝ 0.85 ટકા, બારાત ઇલેક્ટ્રોનિક્સ 0.76 ટકા, ભેલ 0.68 ટકા, સન ટીવી 0.49 ટકા, ગ્લેનમાર્ક 0.35 ટકા, RBL બેન્ક 2.9 ટકાના ઘટાડા સાથે બંધ થયા છે
શેરબજારમાં ભારે રોકાણને કારણે ડોલર સામે રૂપિયામાં પણ મજબૂતી જોવા મળી હતી. મંગળવારે રૂપિયામાં સૌથી મોટો ઉછાળો જોવા મળ્યો હતો. સોમવારે રૂપિયો 79.96 ના સ્તર પર બંધ થયો હતો. પરંતુ મંગળવારે રૂપિયો 79.45 રૂપિયા પર બંધ થયો છે.
જોકે, બજારની નજર હવે બુધવારે આવનારા 2022-23ના પ્રથમ ત્રિમાસિક ગાળાના જીડીપીના આંકડા પર પણ છે. એવું માનવામાં આવે છે કે વર્તમાન નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં જીડીપી વૃદ્ધિ દર બે આંકડામાં રહેવાની અપેક્ષા છે.