IPO Market:  નાણાકીય વર્ષ 2021-22 IPO માર્કેટ માટે ઘણું સારું રહ્યું છે. સંસદમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે આપેલા આંકડા તે વાતની પુષ્ટિ કરે છે. નાણામંત્રીના જણાવ્યા અનુસાર, નાણાકીય વર્ષ 2021-22માં ઓક્ટોબર સુધી 61 કંપનીઓએ IPO દ્વારા 52,759 કરોડ રૂપિયા એકત્ર કર્યા છે. એટલે કે માત્ર એપ્રિલથી ઓક્ટોબર વચ્ચે IPO દ્વારા રૂ. 52,759 કરોડ એકત્ર કરવામાં આવ્યા હતા. જ્યારે ગત નાણાકીય વર્ષ 2020-21ના સમગ્ર સમયગાળામાં 56 IPO દ્વારા માત્ર 31060 કરોડ રૂપિયા એકત્ર કરવામાં આવ્યા હતા.


નાણામંત્રીએ સંસદમાં જણાવ્યું હતું કે ઓક્ટોબર સુધી માર્કેટમાં આવેલા 34 IPO MSME ક્ષેત્રની કંપનીઓના હતા. ચાલુ નાણાકીય વર્ષમાં 100 કરોડ રૂપિયાથી ઓછી કિંમતના 35 IPO, 100-500 કરોડ રૂપિયાની રેન્જના ચાર અને રૂપિયા 500 કરોડ કે તેથી વધુના 22 IPO આવ્યા છે. નિર્મલા સીતારમણના જણાવ્યા અનુસાર, આ વર્ષે આવનારા સૌથી વધુ 10 IPO આરોગ્ય ક્ષેત્રના અને છ સિમેન્ટ અને બાંધકામ ક્ષેત્રના છે.


નવેમ્બર પણ શાનદાર રહ્યો


ઓક્ટોબર મહિના બાદ નવેમ્બરમાં પણ મોટા મોટા આઈપીઓ બજારમાં આવ્યા હતા. જેમાં અત્યાર સુધીનો સૌથી મોટો આઈપીઓ પેટીએમનો 18,800 કરોડ રૂપિયાનો હતો. આ ઉપરાંત પોલીસી બજારનો 5700 કરોડ રૂપિયા અને નાયકાનો 5400 કરોડ રૂપિયાનો આઈપીઓ આવ્યા હતા. 2021-22 IPOની દ્રષ્ટિએ ખૂબ જ સારું રહેશે કારણ કે LICનો સૌથી મોટો IPO પણ આ નાણાકીય વર્ષમાં આવવાનો છે.


દેશની સૌથી મોટી બ્રાન્ડ પૈકી એક અમૂલ પણ IPO લાવશે ? MD સોઢીએ શું કહ્યું ?


હાલ ઘણી કંપનીઓ આઈપીઓ લાવી રહી છે. એક-બે અપવાદને બાદ કરતાં મોટાભાગની કંપનીઓએ સારુ વળતર આપ્યું છે. આ દરમિયાન દેશની સૌથી મોટી બ્રાન્ડ અમૂલના આઈપીઓને લઈ એમડી સોઢીએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, અમૂલ ક્યારેય આઈપીઓ નહીં લાવે. બ્લૂમબર્ગના રિપોર્ટ પ્રમાણે પેકેજ બટરમાં કંપનીનો 95 ટકા બજાર હિસ્સો છે અને શું તેઓ આઈપીઓ લાવશે. તેના જવાબમાં આરએસ સોઢીએ સ્પષ્ટ ના પાડી હતી.  થોડા દિવસ પહેલા ટ્વીટરના નવા સીઈઓ તરીકે ભારતીય મૂળના પરાગ અગ્રવાલની જાહેરાત થઈ ત્યારે અમૂલે એક પોસ્ટર બનાવીને મેસેજ આપ્યો હતો,