Indian Railways: ક્રિસમસ (Christmas 2021) અને નવું વર્ષ (New Year 2022) પર જો ફરવા જવાનો પ્લાન કરી રહ્યા હો તો સારા સમાચાર છે. રેલવેએ ભીડને ધ્યાનમાં રાખીને કેટલીક સ્પેશિયલ ટ્રેનો દોડાવવાનો ફેંસલો કર્યો છે. ઈન્ડિયન રેલવેએ જણાવ્યું કે, આ ટ્રેનો 3 જાન્યુઆરી સુધી સંચાલિત કરી શકાશે. મુસાફરો કાઉન્ટર કે પછી IRCTC Website પરથી ટિકિટ બુક કરી શકે છે.


સેન્ટ્રલ રેલવેએ આપી જાણકારી


સેન્ટ્રલ રેલવે દ્વારા ટ્રેનોનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. રેલવે દ્વારા આ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે અને 20 નવેમ્બર એટલે કે આજથી બુકિંગ પણ શરૂ થઈ ગયું છે.


2 જાન્યુઆરી સુધી દોડશે ટ્રેન


ટ્રેન નંબર 01596-મડગાંવ જંકશન-પનવેલ સ્પેશિયલ ટ્રેન મડગાંવ જંકશનથી 21 નવેમ્બર થી 2 જાન્યુઆરી 2022 સુધી સંચાલિત થશે.આ ટ્રેન દર રવિવારે દોડશે. ટ્રેન મડગાંવ જંકશનથી વાગે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે 3.15 કલાકે પનવેલ પહોંચશે.


ક્યાં ક્યાં રોકાશે ટ્રેન


રેલવે દ્વારા જણાવવામાં આવ્યા મુજબ આ ટ્રેન કરમાલી, થિવિમ, સાવંતવાડી રોડ, કુડાલ, સિંધુદુર્ગ, કંકાવલી, વૈભવવાડી રોડ, રાજાપુર રોડ, અદાવલી, રત્નાગિરી, સંગમેશ્વર રોડ, સાવરદા, ચિપલૂન, ખેડ, માનગાંવ અને રોહા સ્ટેશન પર થોભશે.


કોરોના ગાઇડલાઇનનું કરવું પડશે પાલન


રેલવે વિભાગે કહ્યું કે, સફર દરમિયાન રાજ્ય અને કેન્દ્ર તરફથી જાહેર કરવામાં આવેલી તમામ કોરોના ગાઇડલાઇનનું પાલન કરવું પડશે, મુસાફરોએ સોશિયલ ડિસ્ટન્સિંગ, સેનેટાઇઝેશનનું ધ્યાન રાખવું પડશે. આ ઉપરાંત સરકારની ગાઇડલાઇનને રેલવે સ્ટેશન તથા ટ્રેનમાં ફોલો કરવી જરૂરી છે.


આ પણ વાંચોઃ Swachh Survekshan Awards 2021: ગુજરાતનું આ શહેર દેશમાં બીજા નંબરનું સૌથી સ્વચ્છ શહેર, જાણો પ્રથમ નંબરે કોણ રહ્યું


Rajkot: પાટીદાર આંદોલનને લઈ સી.આર.પાટીલે શું આપ્યું મોટું નિવેદન ? જાણો વિગત


Coronavirus: કોરોના વાયરસ વધારી રહ્યો છે મૃત શિશુ પેદા થવાનો અને ગર્ભપાતનો ખતરોઃ રિસર્સ


Gujarat Corona Cases: ગુજરાતમાં 10 દિવસમાં એક્ટિવ કેસમાં 54 ટકાનો વધારો, અમદાવાદના કયા પોશ વિસ્તારના લોકોમાં ફેલાયો ફફડાટ ?