આવકવેરા વિભાગે પોતાના રિપોર્ટમાં જણાવ્યું છે કે તે કરચોરીના મામલાઓ પર કાર્યવાહી કરવા માટે ડિજી યાત્રા ડેટાનો ઉપયોગ કરી રહ્યું નથી. વિભાગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક પોસ્ટ શેર કરીને અફવાને ફગાવી દીધી હતી જેમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે ડિજી યાત્રા ડેટાનો ઉપયોગ કરચોરી કરનારાઓને ઓળખવા માટે કરવામાં આવશે. આવકવેરા વિભાગે આને પાયાવિહોણું ગણાવ્યું હતું અને કહ્યું હતું કે આ સંદર્ભે હજુ સુધી કોઈ પગલાં લેવામાં આવ્યા નથી.
આવકવેરા વિભાગે આ માહિતી આપી હતી
આવકવેરા વિભાગ દ્વારા કરવામાં આવેલી આ સ્પષ્ટતામાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે ડિજી યાત્રા સંબંધિત ડેટાનો ઉપયોગ કોઈપણ પ્રકારની કરચોરી સામે તપાસમાં કે કાર્યવાહી કરવામાં વિભાગ દ્વારા કરવામાં આવતો નથી. વિભાગે એવા અહેવાલોને પણ રદિયો આપ્યો હતો જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે ડિજી યાત્રા દ્વારા મેળવેલા મુસાફરોના ડેટાનો ઉપયોગ કરચોરી શોધવા માટે કરવામાં આવશે.
ડિજી યાત્રામાં શું છે ખાસ?
ડિજી યાત્રા એ ડિજિટલ સિસ્ટમ છે, જે ફેશિયલ રેકગ્નિશન ટેક્નોલોજી (FRT) પર આધારિત છે. આના દ્વારા મુસાફરોને એરપોર્ટ પર અવિરત અને સંપર્ક રહિત અવરજવરની સુવિધા મળે છે. આમાં ચહેરાની ઓળખ દ્વારા મુસાફરોની ઓળખની પુષ્ટી થાય છે, જે સુરક્ષા ચેક પોઈન્ટ પર સમય બચાવે છે અને મુસાફરોને સુવિધા પૂરી પાડે છે. ડિજી યાત્રા સાથે મુસાફરો જે ડેટા શેર કરે છે તે સંપૂર્ણપણે અન્ક્રિપ્ટેડ છે, જે તેમની પ્રાઇવેસીને સુનિશ્ચિત કરે છે.
આ સિસ્ટમનું સંચાલન ડિજી યાત્રા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવે છે, જે તેને વિવિધ એરપોર્ટ પર લાગુ કરે છે અને તેનું સંચાલન કરે છે. ડિજી યાત્રા ડેટા ફક્ત તે મુસાફરો માટે ઉપયોગી છે જેઓ આ સેવાનો લાભ લેવા માટે તેમની માહિતી શેર કરે છે. આ પ્રક્રિયા સંપૂર્ણપણે સ્વૈચ્છિક છે, અને અન્ય પરંપરાગત સ્ક્રીનીંગ પ્રક્રિયાઓ એવા મુસાફરો માટે ઉપલબ્ધ છે જેઓ સહમતિ આપતા નથી.
આવકવેરા વિભાગે એ પણ સ્પષ્ટ કર્યું કે આ સિસ્ટમને કરચોરીના કેસ સાથે કોઈ લેવાદેવા નથી. જો કે, વિભાગનું કહેવું છે કે તે હંમેશા કરચોરી પર નજર રાખે છે, પરંતુ આ માટે ડિજી યાત્રા જેવા સાધનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો નથી.
EPFO Rules: નવા વર્ષમાં બદલાઇ જશે EPF સંબંધિત અનેક નિયમો, સભ્યોને મળી મોટી રાહત