ન્યૂયોર્કઃ ફેસબુકના કો-ફાઉન્ડર માર્ક ઝકરબર્ગે તાજેતરમાં જ કહ્યું હતું કે, ફેસબુક હંમેશા માટે મફત રહેશે. સાથે કહ્યું હતું કે ફેસબુકનું પેઇડ વર્ઝન લાવવાની સંભાવનાઓ પર વિચાર કરવામાં આવી રહ્યો છે. એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે ટૂંક સમયમાં ફેસબુકનું પેઇડ વર્ઝન લોન્ચ કરવામાં આવી શકે છે. બ્લૂમબર્ગના એક રિપોર્ટ પ્રમાણે, ફેસબુક એક સબ્સક્રિપ્શન બેઝ્ડ મોડલ માટે એક રિસર્ચ કરવામાં આવી રહ્યું છે. જેથી એ જાણી શકા કે શું યુઝર્સ પોતાની પ્રાઇવસી માટે પૈસા ખર્ચ કરવા માટે તૈયાર છે. જોકે, ફેસબુકના પ્રવક્તાએ આ રિપોર્ટ પર કોઇ કોમેન્ટ કરવાનો ઇનકાર કર્યો હતો.
છેલ્લા કેટલાય સમયથી ફેસબુકના સબ્સક્રિપ્શન બેઝ્ડ મોડલને લઇને ખૂબ ચર્ચાઓ ચાલી રહી છે જેમાં યુઝર્સે કંપનીને પૈસા આપીને પોતાની પ્રાઇવેસીની સુરક્ષા સુનિશ્વિત કરી શકે છે. હાલમાં ફેસબુકના તમામ યુઝર્સ માટે ફ્રી છે પરંતુ કંપની યુઝર્સના ડેટા કલેક્ટ કરે છે. આ ડેટાનો ઉપયોગ કરીને જાહેરાત આપનારી કંપનીઓ પોતાના ટાર્ગેટ યુઝર્સ સુધી પહોંચે છે.
પરંતુ કૈમ્બ્રિજ એનાલિટિકા સ્કેન્ડલ બાદ ડેટાને લઇને એક નવી ચર્ચાનો જન્મ થયો છે. ત્યારબાદ ફેસબુક પર ખૂબ દબાણ છે. નોંધનીય છે કે થોડા સમય અગાઉ અમેરિકન સેનેટમાં માર્ક ઝકરબર્ગે હાજર રહ્યા હતા. ત્યારે ઝુકરબર્ગને સવાલ કરવામાં આવ્યો હતો કે શું તમે એક એડ-ફ્રી વર્ઝન લાવવા પર વિચાર કરી રહ્યા છો જે પેઇડ પણ હોઇ શકે છે. તેના પર ઝુકરબર્ગે કહ્યું કે, ફેસબુકનું એક ફ્રી વર્ઝન હંમેશા રહેશે જ્યારે પેઇડ વર્ઝન અંગે વિચારી શકાય છે.