મુંબઈઃ ટાટા સન્સે ઈશાત હુસૈનને પોતાની સોફ્ટવેર કંપની ટાટા કન્સલટન્સી સર્વિસીસ (TCS)ના નવા ચેરમેન બનાવ્યા છે.
ટીસીએસમાં 74 ટકાનો હિસ્સો ટાટા સન્સનો છે. ટાટાના બોર્ડે સાયરસ મિસ્ત્રીને ટીસીએસના ચેરમેન પદેથી હટાવી દીધા છે. ઈશાત હુસૈન ગ્રુપના નવા ચેરમેનની નિમણૂક થાય ત્યાં સુધી ટીસીેસના ચેરમેનનું પદ સંભાળશે.
કંપનીએ બોમ્બે સ્ટોક એક્સચેન્જનમાં જમા કરાવેલ એક નિવેદનમાં કહ્યું કે, તેણે ટાટા સન્સનો પત્ર મળ્યો છે, જેમાં ઇશાત હુસૈનને સાયરસ મિસ્ત્રીની જગ્યાએ કંપનીના ડાયરેક્ટર બોર્ડના અધ્યક્ષ બનાવ્યા છે.