દેશની દિગ્ગજ ટેક્નોલોજી કંપનીઓમાંથી એક એવી વિપ્રોએ કોરોનાકાળમાં બીજી વખત પોતોના કર્મચારીઓને ખુશખબર આપ્યા છે. કંપનીએ શુક્રવારે આ વર્ષે ફરી એક વખત પગાર વધારાની જાહેરાત કરી છે. આ પગાર વધારાનો લાભ કંપનીના અંદાજે 80 ટકા કર્મચારીઓને મળશે. આ પગાર વધારો 1 સપ્ટેમ્બર 2021થી લાગુથશે. વિપ્રોએ કેલેન્ડર વર્ષ 2021માં બીજી વખત પગાર વધારો આપ્યો છે.
કંપનીની જાહેરાત અનુસાર, આ પગાર વધારા બેંડ 3 સુધીના કર્મચારીઓ પર લાગુ પડશે. આ બેંડમાં આસિસ્ટન્ટ મેનેજર અને તેનાથી નીચેના કર્મચારીઓ સમેલ છે. આ પહેલા જાન્યુઆરીમાં પણ કંપનીએ બેં 3 સુધીના 80 ટકા કર્મચારીઓના પગારમાં વધારો કરવાની જાહેરાત કરી હતી.
વિપ્રોએ આગળ કહ્યું કે, સી1 બેંડના કર્મચારીઓનો પગાર જૂનથી વધારવામાં આવ્યો છે. આ બેંડમાં મેનેજર અને તેનાથી ઉપરના કર્મચારીઓ સામેલ છે. કંપની અનુસાર, આ બેંડના ઓફશોર કર્મચારીઓ માટે સરેરાશ વધારો હાઈ સિંગલ ડિજિટમાં કરવામાં આવ્યો છે. જ્યારે ઓનસાઈટ કર્મચારીઓ માટે મિડ સિંગલ ડિજિટમાં વધારો કરવામાં આવ્યો છે. કંપનીએ કહ્યું કે, ટોપ પરફોર્મર કર્મચારીઓને વધારે પગાર વધારાની સાથે સાથે રિવોર્ડ પણ આપવામાં આવશે.
નાણાંકીય વર્ષ 2021ના ચોથા ક્વાટરના પરિણામ બહાર પાડતા વિપ્રોએ કહ્યું હતું કે, કર્મચારીઓને પોતાની સાથે જાળવી રાખવા માટે કંપની તમામ પગલા લેશે. ચોથી ક્વાર્ટરમાં વિપ્રોનો આટ્રિશન રેટ 12.1 ટકા હતો. તેનો મતલબ એ થયો કે ચોથા ક્વાર્ટરમાં કંપની છોડનારા કર્મચારીઓની સંખ્યા 12.1 ટકા હતી. વિપ્રોના સીએચઆરો સૌરભ ગોવિલે કહ્યું હતું કે, અમે સ્કિલ બેસ્ડ બોનસ આપવા જ ઈ રહ્યા છીએ અને એ તૈયાર છે. નાણાંકીય વર્ષ 2021માં કંપનીએ કેમ્પસ દ્વારા 10 હજાર ફ્રેશર્સને ભરતી કરી છે.
એક જ વર્ષમાં બીજી વખત પગાર વધારો આપનાર વિપ્રો દેશની બીજી કંપની બની ગઈ છે. આ પહેલા ટાટા કન્સલટન્સી સર્વિસીસ એટલે કે ટીસીએસએ બે વખત પગાર વધારાની જાહેરાત કરી હતી. ટીસીએસએ નાણાંકીય વર્ષ 2021ના ત્રીજા ક્વાર્ટરમાં અને એપ્રિલ 2021માં પગાર વધારાની જાહેરાત કરી હતી. ટીસીએસે માત્ર છ મહિનામાં જ બીજી વખત પગાર વધારો આપ્યો હતો. કંપનીએ 6 મહિનામાં જ 12-14 ટકાનો પગાર વધારો આપ્યો હતો. જોકે આઈટી ઇન્ડસ્ટ્રીઝ વધારે આટ્રિશન રેટનો સામનો કરી રહી છે.