નવી દિલ્હીઃ સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સેસ એન્ડ કસ્ટમ્સે પોતાના વધુ 22 વરિષ્ઠ અધિકારીઓને ફરજિયાત સેવા નિવૃતિ આપી દીધી છે. બળજબરીપૂર્વક નિવૃત કરવામાં આવેલા તમામ અધિકારીઓ સુપરિન્ટેન્ડેટ અથવા એઓ કક્ષાના હતા. તેમને ફંડમેન્ટલ રૂલ 54(j)હેઠળ સાર્વજનિત હિતમાં ફરજમુક્ત કરી દીધા છે. આ અધિકારીઓ પર ભ્રષ્ટાચાર અને બીજા ગંભીર આરોપ લાગ્યા હતા.

નોંધનીય છે કે છેલ્લા કેટલાક મહિનામાં ટેક્સ અધિકારીઓને ફરજિયાત નિવૃત કરી દેવાનો આ ત્રીજો તબક્કો છે. એક ટેક્સ અધિકારીએ કહ્યું કે, આ કાર્યવાહી  વડાપ્રધાનના લાલ કિલ્લા પરથી વ્યક્ત કરવામાં આવેલી એ ચિંતા કરવામાં આવી છે. જેમાં તેમણે કહ્યુ હતું કે, ટેક્સ એડમિનિસ્ટ્રેશનના કેટલાક ભ્રષ્ટ અધિકારીઓએ પોતાની શક્તિઓના દુરપયોગ કરી કરદાતાઓને હેરાન કર્યા છે. તેમણે ઇમાનદાર કરદાતાઓને નિશાન બનાવ્યા હશે અથવા તો પછી નાની-નાની ભૂલો અને પ્રક્રિયાગત ખામીઓ પર મોટી કાર્યવાહી કરી હશે.

અધિકારીએ કહ્યું કે, અમે મોટી સંખ્યામાં ટેક્સ અધિકારીઓ અને ફરજિયાત સેવા નિવૃત કરીને મોટી કાર્યવાહી કરી છે અને આ પ્રકારના વ્યવહારને આગળ સહન કરીશું નહી. તાજેતરમાં જ સીબીડીટીના 12 અધિકારીઓ સહિત આઇઆઇએસના 27 અધિકારીઓની છૂટ્ટી કરી દીધી હતી.