જો તમે એવા કરદાતાઓમાંથી એક છો જેમની આવક બિઝનેસ, ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સ (F&O), અનલિસ્ટેડ શેર્સ અથવા અન્ય સ્ત્રોતોમાંથી છે તો તમારા માટે મહત્વપૂર્ણ સમાચાર છે. તમે હવે આવકવેરા પોર્ટલ દ્વારા ITR-3 ફાઇલ કરી શકો છો. આવકવેરા વિભાગે ITR-3 ફોર્મ ઓનલાઈન ફાઇલ કરવાની સુવિધા શરૂ કરી છે. આવકવેરા વિભાગે 30 જુtલાઈ, 2025ના રોજ જાહેરાત કરી હતી કે કરદાતાઓ કૃપા કરીને નોંધ લો! ITR-3 ફોર્મ હવે ઓનલાઈન ફાઇલિંગ માટે ઉપલબ્ધ છે.
ITR-3 ફોર્મ કોણ ભરી શકે છે?
આકારણી વર્ષ 2025-26 (નાણાકીય વર્ષ 2024-25) માટે ITR-3 વ્યક્તિઓ અથવા હિન્દુ અવિભાજિત પરિવારો (HUFs) દ્વારા ફાઇલ કરી શકાય છે જેમની આવક નીચેના સ્ત્રોતોમાંથી આવે છે:
જેઓ વ્યવસાયમાં રોકાયેલા છે
શેર ટ્રેડિંગ અથવા F&O (સ્પેક્યુલેટિવ અથવા નોન સ્પેક્યુલેટિવ) માંથી આવક
અનલિસ્ટેડ ઇક્વિટી શેરમાં રોકાણ
ફર્મમાં ભાગીદાર તરીકે આવક
પગાર, પેન્શન, મકાન મિલકત અથવા અન્ય સ્ત્રોતોમાંથી આવક
વિદેશમાંથી આવક અથવા વિદેશી સંપત્તિ
જેમની કુલ આવક 50 લાખ રૂપિયાથી વધુ છે
જેઓ ITR-1, ITR-2 અથવા ITR-4 ફાઇલ કરવા માટે પાત્ર નથી
ITR-3 ફોર્મમાં મુખ્ય ફેરફારો
કેપિટલ ગેઈનની રિપોટિંગ હવે બે ભાગમાં નોંધવામાં આવશે - જેમ કે 23 જૂલાઈ, 2024 પહેલા અને પછી અનુસાર, શેર બાયબેકમાંથી થયેલા નુકસાનનું રિપોટિંગ ત્યારે જ માન્ય ગણાશે જ્યારે તેના સાથે સંબંધિત ડિવિડન્ડ આવક 'અન્ય સ્ત્રોતો' માં નોંધવામાં આવે (1 ઓક્ટોબર, 2024થી લાગુ)
સંપત્તિ અને જવાબદારીઓની જાણ કરવાની મર્યાદા 50 લાખ રૂપિયાથી એક કરોડ કરવામાં આવી છે
સેક્શન 44BBC ઉમેરવામાં આવી - ક્રુઝ ઓપરેશન પર અનુમાનિત કર વ્યવસ્થા
કલમ 80C, 10(13A) જેવી કપાતની વિગતવાર જાણ કરવી
TDS રિપોર્ટિંગમાં કોડ ઉમેરવો ફરજિયાત બનાવવામાં આવ્યો
જો તમે કન્ટેન્ટ ક્રિએટર અથવા ઇન્ફ્લુએન્સર છો અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ તમારા માટે આવકનો સ્ત્રોત છે, તો આ ટેક્સ સીઝનમાં એક મોટું અપડેટ છે. વાસ્તવમાં આવકવેરા વિભાગે ITR-3 અને ITR-4 ફોર્મમાં મોટો ફેરફાર કર્યો છે.