જો તમે કોઈ નોકરી કે વ્યવસાય ન કરતા હોવ તો પણ તમારે આવકવેરા રિટર્ન ફાઈલ કરવું જોઈએ. એટલું જ નહીં, જે મહિલાઓ નોકરી નથી કરતી તેમના માટે ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરવું ફાયદાકારક સોદો પણ સાબિત થઈ શકે છે. આ કામ કરવા માટે તમારે તમારો થોડો સમય આપવો પડશે અને તેનાથી તમને જે ફાયદો થશે તે જાણીને તમે ચોંકી જશો. ચાલો જાણીએ કે બેરોજગાર અને ગૃહિણીએ શા માટે રિટર્ન ફાઈલ કરવું જોઈએ?


રિટર્ન ભરવાની અંતિમ તારીખ 31 જૂલાઈ છે


અસેસમેન્ટ યર 2022-23 માટે આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની તારીખ ઝડપથી નજીક આવી રહી છે. આવકવેરા વિભાગ દ્વારા આ માટે 31 જુલાઈ 2023ની તારીખ નક્કી કરવામાં આવી છે. આ સમયમર્યાદાને વધુ લંબાવવાની કોઈ શક્યતા નથી અને મહેસૂલ સચિવ સંજય મલ્હોત્રાએ જણાવ્યું હતું કે નાણા મંત્રાલય 31 જૂલાઈથી વધુ આવકવેરા રિટર્ન ભરવાની સમયમર્યાદાને લંબાવવા પર વિચારણા કરી રહ્યું નથી.


સામાન્ય રીતે હાઉસ વાઈફ એવું વિચારીને આવકવેરા રિટર્ન ફાઈલ કરતી નથી કે તેની પાસે કોઈ નિયમિત આવક નથી. પરંતુ આવું વિચારવું તેમને ક્યાંક ને ક્યાંક પરેશાન કરી શકે છે. હકીકતમાં આજના સમયમાં લોન લેવાથી લઈને વિઝા મેળવવા સુધી આ દસ્તાવેજને મહત્વપૂર્ણ માનવામાં આવે છે અને તેની જરૂર છે.


હાઉસ વાઇફ ભરી શકે છે નિલમાં ITR


જેઓ કોઈ નોકરી કે વ્યવસાય ન કરનારા કે ગૃહિણીઓ નિલ આઇટીઆર અથવા શૂન્ય આઇટીઆર ફાઇલ કરી શકે છે. વાસ્તવમાં, આ એક એવું આવકવેરા રિટર્ન છે, જેમાં કોઈ કર લાયબિલિટી નથી હોતી. એટલે કે તમારા પર કોઈ ટેક્સ નથી લાગતો છતાં તમે ITR ભરો છો તો તેને Nil ITR કહેવાય છે. આના દ્વારા તમને ઘણા કામોમાં સુવિધા મળે છે જેમ કે જો તમારે ઈમરજન્સીમાં લોન લેવી હોય તો જરૂર પડે છે. Nil માં ITR ફાઈલ કરવાના ફાયદાઓની યાદી ઘણી લાંબી છે.


પ્રથમ ફાયદોઃ લોન લેવામાં સરળતા


આવા લોકો માટે ટેક્સ રિટર્ન ફાઈલ કરવું ફરજિયાત ન હોઈ શકે, પરંતુ જો કોઈ ગૃહિણી ITR ફાઈલ કરતી હોય તો તેનો અર્થ એવો નથી કે તેણે કોઈપણ પ્રકારનો ટેક્સ ભરવો પડશે. બંને વચ્ચે ઘણો તફાવત છે. પહેલા ફાયદા વિશે વાત કરીએ તો જે ગૃહિણીઓની આવક શૂન્ય છે અને તેઓ પોતાનો વ્યવસાય શરૂ કરવાનું વિચારી રહી છે અને તેમને લોન લેવાની જરૂર છે. તેથી આવી સ્થિતિમાં જે મહિલાઓ ટેક્સ રિટર્ન ફાઇલ કરી રહી છે તેમના માટે તે સરળતાથી મંજૂર થઈ જાય છે. મોટાભાગની બેન્કોને લોન રીલીઝ કરવા માટે એકથી ત્રણ વર્ષના રિટર્નનો રેકોર્ડ જરૂરી છે.


બીજો ફાયદો: વિઝા મેળવવામાં મદદરૂપ


જો તમે કોઈપણ આવક વગર દર વર્ષે નિલ આઈટીઆર ફાઈલ કરો છો તો તમારા માટે વિઝા મેળવવાનું સરળ થઈ શકે છે. વિઝા માટે અરજી કરતી વખતે 3 વર્ષ માટે ITR ફાઇલ કરવા માટેના દસ્તાવેજોની માંગ કરવામાં આવે છે. વાસ્તવમાં, આના દ્વારા વિભાગને ખબર પડે છે કે અરજી કરનાર અરજદાર દરેક કાયદાનું પાલન કરે છે અને મુસાફરી દરમિયાન અને પરત ફરવા સુધી તેની પાસે પૂરતા નાણાકીય સંસાધનો છે. ITR સબમિશન અહીં વૈકલ્પિક છે પરંતુ તે ચોક્કસપણે વિઝા મેળવવામાં મદદ કરે છે.


ત્રીજો ફાયદોઃ મિલકતનું વેચાણ અથવા રોકાણ


ગૃહિણીઓ માટે શૂન્ય ITR ફાઇલ કરવાનો બીજો મોટો ફાયદો એ છે કે જ્યારે તેઓ તેમના પોતાના નામે નોંધાયેલ મિલકત એટલે કે જમીન અથવા મકાન વેચે છે. અથવા શેરબજાર અથવા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરે છે. મિલકતના વેચાણ દરમિયાન મૂડી નફા પર અથવા શેરબજારમાં રોકાણ પરની આવક પર ઊભી થતી કર જવાબદારી આવે છે. આવી સ્થિતિમાં તમારા માટે ITR ભરવું જરૂરી છે.


બચત યોજનાઓ, શેર બજારના રોકાણમાં કરવામાં આવેલા રોકાણમાં વધારો થવા પર, તમે આવકવેરા વિભાગ દ્વારા નિર્ધારિત નિયમો હેઠળ ITR દ્વારા કર લાભો મેળવી શકો છો. આ ઉપરાંત આવકવેરાના દાયરામાં ન આવવા છતાં તે તમારી બેંક ડિપોઝિટ અથવા અન્ય કોઈપણ પ્રકારની આવક પર મળેલા વ્યાજ પર કાપવામાં આવેલ ટીડીએસ પાછું મેળવવામાં મદદરૂપ છે.


Join Our Official Telegram Channel:


https://t.me/abpasmitaofficial