નવી દિલ્હીઃ નોકરીયાત લોકોને ઇન્કમ ટેક્સ રિટર્ન (આઇટીઆર) ફાઇલ કરવાનુ હોય છે. આ માટે ફોર્મ-16 મહત્વનુ ડૉક્યૂમેન્ટ હોય છે અને રિટર્ન ફાઇલ કરવામાં આની જરૂર પડેછે. નિયોક્તા કે કંપની કર્મચારીને ફોર્મ-16 આપે છે, પરંતુ કોઇ કારણોસર કેટલીયવાર આ નથી મળી શકતુ. ફોર્મ-16 કંપની તરફથી તમારી સેલેરીમાં કપાયેલા ટેક્સનો રેકોર્ડ હોય છે, અને આની ડિટેલ રિટર્ન ભરવામાં કામ આવે છે. પરંતુ ફોર્મ-16 નથી મળ્યુ હોય તો પણ તમે પોતાનુ રિટર્ન ઓનલાઇન ભરી શકો છો.
ફોર્મ-16 વિના રિટર્ન ભરવા માટે તમારે કેટલાક ડૉક્યૂમેન્ટની આવશ્યકતા રહેશે. જેમ કે મન્થલી સેલેરી સ્લિપ, ફોર્મ 26AS કે ટેક્સ ક્રેડિટ સ્ટેટમેન્ટ, રેન્ટ એગ્રીમેન્ટ વગેરે આમાં તમે તમારા રોકાણની જાણકારી આપી શકશો.
સેલેરી સ્લિપ ચેક કરો-
તમે જે ફાઇનાન્સિલય ઇયરનુ આઇટીઆર ફાઇલ કરી રહ્યાં છો, તેની તમામ સેલેરીર સ્લિપને ચેક કરી લો. આમાં તમારો ટીડીએસ કપાત, પીએફ, પ્રૉફેશનલ ટેક્સ, ઇન હેન્ડ સેલેરી વગેરેની જાણકારી મળી જશે. જો તમે તમારા ફાઇનાન્સિયલ ઇયરની વચ્ચે કંપની સ્વિચ કરી છે તો તમારે બન્ને કંપનીઓની પે સ્લિપની જાણકારી ભરવી પડશે.
ફોર્મ 26ASથી ટેક્સ કપાતનો હિસાબ-
ફોર્મ-26ASમાં તમારા ટેક્સ કપાત સાથે જોડાયેલી જાણકારી મળી જશે. આમાં કંપની તરફથી કાપવામાં આવેલા તમામ ટેક્સની જાણકારી હોય છે. તમે પોતાની પે સ્લિપની જાણકારીને જોઇને આને ક્રેસ ચેક કરી શકો છો.
બીજા ઇન્કમ સોર્સની જાણકારી-
આઇટીઆર ફાઇલ કરતી વખતે બીજા ઇન્કમ સોર્સથી થનારી આવકની પણ જાણકારી આપો. આમાં ઘરને ભાડાથી થતી આવક, મ્યુચ્યૂઅલ ફન્ડ કે બીજા બિઝનેસથી થનારી આવકને બતાવો. આ પ્રક્રિયા બાદ તમે તમારો ટેક્સ કેલક્યૂલેટ કરો અને પછી ફોર્મ -26AS મેચ કરો. આના મેચ થાય ત્યારે આગળની પ્રૉસેસ કરીને આઇટીઆર ભરી શકો છો. ઉલ્લેખનીય છે કે દરેક કંપની પોતાના કર્મચારીઓને ફોર્મ-16 આપે છે, જેના આધારે કર્મચારીઓ પોતાનુ આઇટીઆર ફાઇલ કરે છે.