J&Kમાં યોજાશે ઈન્વેસ્ટર્સ સમિટ, કાશ્મીરના ઇતિહાસમાં ક્યારેય નથી યોજાયો આવો કાર્યક્રમ, જાણો વિગત
abpasmita.in | 13 Aug 2019 08:34 PM (IST)
શ્રીનગરમાં 12 ઓક્ટોબરના રોજ આ કાર્યક્રમની શરૂઆત કરાશે. રિપોર્ટ મુજબ આ કાર્યક્રમમાં 2000થી વધારે રોકાણકારોને આમંત્રણ આપવામાં આવશે.
નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 રદ કર્યા બાદ રાજ્યમાં તંત્ર સક્રિય થઈ ગયું છે. રાજ્યમાં પ્રથમ વખત ઈન્વેસ્ટર્સ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. જમ્મુ-કાશ્મીરના મુખ્ય સચિવ (કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી) એન કે ચૌધરીએ કહ્યું કે, જમ્મુ-કાશ્મીર પ્રશાસને 12 થી 14 ઓક્ટોબર દરમિયાન ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટ આયોજિત કરવાનો ફેંસલો લીધો છે. શ્રીનગરમાં 12 ઓક્ટોબરના રોજ આ કાર્યક્રમની શરૂઆત કરાશે. રિપોર્ટ મુજબ આ કાર્યક્રમમાં 2000થી વધારે રોકાણકારોને આમંત્રણ આપવામાં આવશે. આજની તારીખ સુધીમાં રાજ્યમાં ક્યારેય આ પ્રકારની વૈશ્વિક સમિટનું આયોજન કરવામાં આવ્યું નથી. દેશભરમાં સૌથી પહેલા ઈન્વેસ્ટર્સ સમિટ શરૂ કરનારું રાજ્ય ગુજરાત હતું. તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ શરૂ કરેલી સમિટને મળેલી સફળતા જોઈ અન્ય રાજ્યોએ પણ ગુજરાત મોડલનું અનુકરણ કર્યું હતું. ગઈકાલે રિલાયન્સની એજીએમમાં મુકેશ અંબાણીએ પણ જાહેરાત કરી હતી કે, કલમ 370 ખતમ થયા બાદ જમ્મુ-કાશ્મીર અને લદાખમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રોકાણ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જમ્મુ-કાશ્મીર અને લદાખના વિઝનને જોતા અમારી કંપની ત્યાં રોકાણ કરશે. સુષ્મા સ્વરાજની શ્રદ્ધાંજલિ સભામાં પીએમ મોદીએ કહ્યું, તેઓ બધા માટે પ્રેરણા હતા ભાજપમાં સામેલ થયા બાદ જાણીતા લોક સાહિત્યકાર ઘનશ્યામ લાખાણીએ શું કર્યો મોટો ધડાકો, જાણો વિગત જિયો ફાયબરની જાહેરાત કરતાં જ મુકેશ અંબાણી થયા માલામાલ, એક જ દિવસમાં સંપત્તિ 12% વધી