દુનિયાની સૌથી મોટી ઈ-કોમર્સ કંપની Amazon ના CEO જેફ બેજોસે સોમવારે પોતાના પદ પરથી રાજીનામું આપી દિધુ છે. 27 વર્ષ પહેલા આ દિવસે Amazon કંપનીની સ્થાપના થઈ હતી. જેફ બેજોસની જગ્યા અમેઝોન વેબ સર્વિસના હેડ એન્ડી જેસી સીઈઓ પર સંભળશે. આ પહેલા ફેબ્રુઆરીમાં કંપનીએ કહ્યું હતું તે બેજોસ વર્ષના અંત સુધીમાં પોતાનું પદ છોડશે.
બેજોસે Amazon ના શેયરધારકોની બેઠક દરમિયાન કહ્યું હતું- મારી માટે 5 જૂલાઈની તારીખ ખાસ છે. 27 વર્ષ પહેલા આજ તારીખે અમે Amazon કંપનીની શરુઆત કરી હતી. CEO નું પદ છોડ્યા બાદ બેજોસ Amazon ના એક્ઝીક્યૂટિવ ચેરમેનનો કાર્યભાર સંભળશે અને નવા પ્રોડક્ટ અને ઈનિશિએટિવ પર ફોકસ કરશે. તેઓ અન્ય વેંચર્સ જેમ કે બેજોસ અર્થ ફંડ, Blue Origin સ્પેસ શિપ કંપની, અમેજન ડે વન ફંડ અને ધ વોશિંગટન પોસ્ટ પર ફોકસ કરવાની યોજના બનાવી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે જેફ બેજોસે વર્ષ 1994માં પોતાના ગેરેજમાં એક ઓનલાઈન બુકસ્ટોર તરીકે Amazon ને શુરૂ કર્યું હતું. આજે ઓનલાઈન રિટેલની દિગ્ગ્જ છે જે વિશ્વભરમાં તમામ પ્રકારના ઉત્પાદનો વેચે છે અને તેનું વિતરણ કરે છે. આ સિવાય કંપની સ્ટ્રીમિંગ, મ્યુઝિક અને ટેલિવિઝન, ક્લાઉડ કમ્પ્યુટિંગ, રોબોટિક્સ, એઆઈ જેવા ક્ષેત્રોમાં પણ કામ કરી રહી છે. દુનિયાની સૌથી મોટી ઈ-કોમર્સ કંપની Amazon ના CEO જેફ બેજોસે સોમવારે પોતાના પદ પરથી રાજીનામું આપી દિધુ છે.
એન્ડી જેસી 1997 માં માર્કેટિંગ મેનેજર તરીકે એમેઝોનમાં જોડાયા અને 2003 માં કંપનીના ક્લાઉડ સર્વિસીઝ વિભાગ, એડબ્લ્યુએસની સ્થાપના કરી. તે એમેઝોન માટેના સૌથી ફાયદાકારક એકમોમાંનું એક છે.
ફોર્બ્સે એપ્રિલમાં દુનિયાભરમાં વર્ષ 2021 માટે વિશ્વના સૌથી ધનિક લોકોની યાદી બહાર પાડી હતી. ફોર્બ્સની 35મી યાદીમાં અમેઝોનના સંસ્થાપક અને મુખ્ય કાર્યકારી અધિકારી જેફ બેઝોસ સતત ચોથા વર્ષે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ બન્યા છે. સૂચિ મુજબ, જેફ બેઝોસની સંપત્તિ 177 અબજ ડોલર છે.