નવી દિલ્હી: જિયો ગીગાફાઈરની લોન્ચિગને લઈને તમામ બ્રૉડબેન્ડ કંપનીઓમાં હલચલ મચી ગઈ છે.  ગ્રાહકોને લોભાવવા માટે હેથવે, એરટેલ અને ટાટા સ્કાઈ  જેવી કંપનીઓ સતત નવી નવી ઑફર આપી રહી છે. ટાટા સ્કાઈ બ્રૉડબેન્ડ અને એરટેલ વી ફાઈબરે પોતાના ગ્રાહકો માટે મોટી જાહેરાત કરી છે.


ટાટા સ્કાઈ બ્રૉડબેન્ડે પોતાના ગ્રાહકોને છ મહીના સુધી ફ્રીમાં વધારા ડેટા આપવાની જાહેરાત કરી છે. ટાટા સ્કાઈની ઑફર બ્રૉડબેન્ડના વાર્ષિક પ્લાન સાથે મળશે. જોધપુરમાં ટાટા સ્કાઈ બ્રૉડબેન્ડના ગ્રાહકોને 12 મહીનાના પ્લાન સાથે મફત 6 મહિના સુધી ડેટા એક્સ્ટ્રા મળી રહ્યાં છે.



ટાટા સ્કાઈ બ્રૉડબેન્ડની સાઈટ પર આપેલી જાણકારી પ્રમાણે  બેંગલુરુ, ચેન્નઈ, પિમ્પરી ચિંચવાડ અને પુણેમાં ગ્રાહકોને ત્રણ મહીના ફ્રીમાં વધારાના ડેટા મળી રહ્યાં છે, જો કે આ ફ્રી ડેટા 12 મહીનાના પ્લાન સાથે આપવવામાં આવ્યા છે.  હેદરાબાદ આ સુવિધા 6 મહિના અને લખનઉમાં પાંચ મહિના માટે મળી રહી છે.



એરટેલ બ્રૉડબેન્ડે પણ પોતાના ગ્રાહકોને ફ્રીમાં 1000 GB ડેટા આપવાની જાહેરાત કરી છે. એરટેલે વી ફાઈબર અંતર્ગત 799 રૂપિયાના પ્લાનમાં કુલ 200 GB ડેટા અને 100 GB જીબી વધારા ડેટા મળી રહ્યાં છે. જ્યારે 1099 રૂપિયાના પ્લાનમાં કુલ 500 GB ડેટા અને 1599 રૂપિયાના પ્લાનમાં  1000 જીબી ડેટા મળી રહ્યાં છે.  વધારાના ડેટાની વેલિડિટી 6 મહિનાની છે.