મુંબઈઃ શેરબજાર મંગળવારે સતત બીજા દિવસે ઘટાડા સાથે બંધ રહ્યું હતું. સેન્સેક્સ 642 અંકના ઘટાડા સાથે 36,481 પર બંધ થયો હતો. કારોબાર દરમિયાન સેન્સેક્સ 698 અંક ઘટીને 36,419 સુધી ગયો હતો. નિફ્ટી 185 અંક ઘટીને 10,817 પર બંધ થયો હતો. કારોબાર દરમિયાન નિફ્ટી 207 અંક ઘટીને 10,796 સુધીના નીચલા સ્તરે પહોંચી હતી.

એનાલિસ્ટોના જણાવ્યા પ્રમાણે, સાઉદ અરેબિયાના ઓઈલ સંકટ, અમેરિકા-ચીનની વચ્ચે ટ્રેડ વોર અને વૈશ્વિક મંદી જેવા ખતરા જેવી અનિશ્ચિતતાના કારણે બજારમાં દબાણ વધ્યું છે. વિશ્વની સૌથી મોટી ઓઈલ કંપની સાઉદી અરમકોના બે પ્લાન્ટ પર યમનના હૂતી હુમલાખોરે શનિવારે ડ્રોનથી હુમલો કર્યો હતો. તેનાથી સાઉદી અરબમાં ક્રુડનું ઉત્પાદન 50 ટકા ઘટ્યું હતું. આ ગ્લોબલ પ્રોડક્શનના 5% છે. આ સંજોગોમાં વિશ્વમાં ઓઈલના સપ્લાયમાં વિક્ષેપ પડવાની શકયતા વધી છે.

બીએસઈ પર હીરો મોટોકોર્પ સૌથી વધુ ઘટ્યો હતો. હીરો મોટોકોર્પમાં 6.19 ટકા, ટાટા મોટર્સમાં 5.13 ટકા, ટાટા મોટર્સ ડીવીઆરમાં 4.66 ટકા ઘટાડો નોંધાયો હતો. જ્યારે એનએસઈ પર હીરો મોટોકોર્પના શેરમાં 625 ટકા, ટાટા મોટર્સમાં 4.98 ટકા, મારુતિના શેરમાં 4.62 ટકા ઘટાડો જોવા મળ્યો છે.

સચિનથી લઈ કોહલીએ પાઠવી PM મોદીને જન્મદિવસની શુભકામના, જાણો વિગતે

કેવડિયા કોલોનીમાં PM મોદીએ ભગવાન વિશ્વકર્માને યાદ કરી શું કહ્યું, જાણો 10 મોટી વાતો

દિવાળી પહેલા સરકારે આપી મોટી ગિફ્ટ, PFના વ્યાજ દરમાં વધારાને નાણા મંત્રાલયે આપી મંજૂરી