રિલાયન્સે પોતાના નિવેદમાં કહ્યું કે, કંપનીએ ક્યારેય કોર્પોરેટ કે કોન્ટ્રાક્ટ ખેતી નથી કરી અને ન તો કંપનીની ભવિષ્યમાં આ વેપારમાં ઉતારવાની કોઈ યોજના છે. કંપનીએ પંજાબ હરિયાણા કે ભારતમાં ક્યાંય પણ કોર્પોરેટ અથવા કોન્ટ્રાક્ટ ફાર્મિંગ માટે કોઈ જમીન નથી ખરીદી.
કંપનીએ કહ્યું, રિલાયન્સે ક્યારેય કોઈપણ ખેડૂત પાસેથી ખરીદીને લઈને કોઈપણ લાંબા ગાળાના કોન્ટ્રાક્ટ નથી કર્યા. રિલાયન્સ પોતાના સપ્લાયર પાસેથી પણ એમએસપી પર જ ખરીદી ખરવાનો પ્રોત્સાહન આપે છે. કંપની દેશના અન્નદાતાઓનું સન્મામ કરે છે. ખેડૂતોને તેના પાકના વાજબા ભાવ મળે એ આઈડિયાને કંપની પૂરી રીતે સમર્થન કરે છે.