ક્રિપ્ટોકરન્સી બિટકોઈનમાં મંગળવારે શાનદાર તેજી જોવા મળી હતી. નવા વર્ષે બિટકોઈનની કિંમતે તમામ રેકોર્ડ તોડતા નવો રેકોર્ડ બનાવ્યો છે. એક જાન્યુઆરીના રોજ બિટકોઈન 29000 ડોલરને પાર નીકળી ગયો અને બે જાન્યુઆરીએ તેની કિંમત 32 હજાર ડોલર(અંદાજે 23.33 લાખ રૂપિયા)ને પાર કરી હતી. રવિવારે સવારે એક બિટકોઈનની કિંમત 32,602.80 ડોલર રહી હતી. કહેવાય છે કે નવા વર્ષે તમામ બજાર બંધ હોવાને કારણે બિટકોઈનમાં જોરદાર તેજી જોવા મળી. એક બિટકોઈનની કિંમત 23.83 લાખ રૂપિયા રહી છે.


નાણાં નિષ્ણાતોના મત મુજબ બિટકોઇન સ્પેક્યુલેટિવ એસેટ્સ તરીકે ઉભરી રહી હોવાથી તેના મુલ્યમાં સતત વધારો થઇ રહ્યો છે. બિટકોઇનનો સોનાની જેમ સંગ્રહ થતો નથી. આમ છતાં, સોના કરતા તેમાં અધિક વળતર જોવા મળ્યું છે. નાણાં નિષ્ણાંતોના જણાવ્યા મુજબ ભૂતકાળમાં બિટકોઇનમાં ૧૦ ગણો, ૨૦ ગણો, ૩૦ ગણો ઉછાળો એક વર્ષમાં જ જોવા મળ્યો છે. જે જોતા નવા વર્ષમાં પણ તેમાં ઉછાળા જોવા મળશે.

શું છે બિટકોઈન

બિટકોઇન એક ડિજિટલ એસેટ છે. તમે બિટકોઇનને ડિજિટલ કરન્સી પણ કહી શકો છો. એટલે કે ડોલર અને આઇએનઆરની જેમ આ કોઇ ફિઝિકલ કરન્સી નથી.તેનો આવિષ્કાર સંતોષી નાકામોટોએ 2009માં કર્યો હતો. બિટકોઇન સોફ્ટવેર બેઝ્ડ કરન્સી છે અટલે કે બિટકોઇનની જે ટ્રેન્ડિંગ હોય છે, તે સોફ્ટવેર દ્વારા થાય છે. તેનો જે પણ રેકોર્ડ હોય છે તે સોફ્ટવેરની અંદર રહે છે.

એટલે કે તેનો કોઇ એક માલિક નથી હોતો. બિટકોઇન કોઇની વ્યક્તિગત સંપતિ નથી. કોઇપણ દેશ અથવા કંપનીના બિટકોઇન કોઇપણ ખરીદી શકે છે અને કોઇપણ તેનો યુઝ કરી શકે છે. બિટકોઇન દ્વારા તમે ઇન્ટરનેટના માધ્યમ પરથી કોઇપણ ખરીદી શકે છે અને કોઇપણ તેનો ઉપયોગ કરી શકે છે.

બિટકોઇન દ્વારા તમે ઇન્ટરનેટના માધ્યમ પરથી તમે કંઇપણ ખરીદી શકો છો અને કંઇપણ વેચીને બિટકોઇન કમાઇ શકો છો. અનેક કંપનીઓ બિટકોઇન પ્રોવાઇડ કરે છે. તમે તેમાંથી કોઇપણ કંપનીમાં પોતાનું એકાઉન્ટ ખોલીને બિટકોઇનનું વેચાણ શરૂ કરી શકો છો.