સૌથી પહેલા તમારે ચેક કરવું જોઈએ કે, વર્તમાન જિઓ ડેટા ક્યાં સુધી વેલિડ છે કારણ કે, ત્યારબાદ જ તમારે IUC ટૉપ-અપ રીચાર્જ કરાવવું પડશે. જણાવી દઈએ કે, જિઓના અન્ય નેટવર્ક્સ પર કૉલિંગ માટે યૂઝર્સને હવે વર્તમાન પ્લાન્સની સાથે અલગથી રિચાર્જ કરાવવું પડશે.
જો તમે 9 ઑક્ટોબર અથવા આ પહેલા 399 રૂપિયાનાં પ્લાનની સાથે પોતાનો જિઓ નંબર રિચાર્જ કરાવ્યો છે તો 84 દિવસ સુધી તમે નૉન જિઓ નંબર પર ફ્રીલ કૉલ કરી શકશો. જો કે હજુ પણ 1 વર્ષવાળા વેલિડિટી પ્લાન વિશે સ્પષ્ટતા નથી કે આ યૂઝર્સ સાથે શું થશે? ઉલ્લેખનીય છે કે TRAIએ જ્યારે IUC એટલે કે Interconnect Usage Chargesને 2017માં 14 પૈસાથી ઘટાડીને 6 પૈસા કર્યા હતા, ત્યારે કહ્યું હતુ કે આ વર્ષનાં અંત સુધી આને 0 કરવામાં આવી શકે છે.
જિઓએ સ્પષ્ટ કર્યું છે કે, હવે રિચાર્જની સાથે કસ્ટમર્સે અલગથી IUC માટે પણ રૂપિયા ચૂકવવા પડશે. આના માટે જિઓએ 10 રૂપિયાથી લઈને 100 રૂપિયા સુધી ટૉપ-અપ વાઉચર ઈન્ટ્રૉડ્યૂસ કર્યા છે. ખાસ વાત એ છે કે, દરેક 10 રૂપિયાના ટૉપ-અપ ખર્ચ થવા માટે જિઓ કસ્ટમર્સને 1 જીબી એડિશનલ ડેટા પણ ફ્રી આપી રહ્યું છે. આ રીતે 100 રૂપિયાના રિચાર્જ પર કસ્ટમર્સને એડિશનલ 10 GB ડેટા મળશે.
TRAI તરફથી બીજા નેટવર્ક્સ પર કરવામાં આવનારા કૉલ્સ માટે કંપનીઓ માટે 6 પૈસા પ્રતિ મિનિટ આઈયૂસી ચાર્જ નિર્ધારિત કરવામાં આવ્યા છે. આ ચાર્જ આઉટગોઈંગ કૉલ કરનારા ઑપરેટરને કૉલ રીસીવ કરનારા ઑપરેટરને આપવો પડે છે. 2020થી IUC ખતમ થવાનું હતું પણ ટ્રાઈએ તેને આગળ વધારી દીધું છે. જિઓ કસ્ટમર્સ પર IUC ચાર્જ ટ્રાઈની તરફથી આને ખતમ કરવા સુધી લાગી રહ્યો છે.