Reliance Jioનો 249 રૂપિયાનો પ્લાન
જિઓના આ પ્લાનમાં રોજ 2 જીબી ડેટા મળે છે. ઉપરાંત જિઓથી જિઓ અનલિમિટેડ કોલિંગ અને અન્ય નેટવર્ક માટે 1000 નોન જિઓ મિનિટ્સ મળે છે. આ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે. આ એક સારો પ્લાન તમારા માટે સાબિત થઈ શકે છે.
Airtelનો 249 રૂપિયાનો પ્લાન
Airtelના પ્લાનની વેલિડિટી 28 દિવસની છે. આ પ્લાનમાં રોજ 1.5 જીબી ડેટા મળે છે, સાથે જ રોજ 100 એસેમએસ પણ મળે છે. આ પ્લાનમાં તમામ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગની સુવિધા આપવામાં આવે છે.
Vodafoneનો 249 રૂપિયાનો પ્લાન
વોડાફોના આ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે. તેમાં રોજ 3 જીબી ડેટા (1.5 જીબી + 1.5 જીબી) મળે છે. ઉપરાંત કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ અને રોજ 100 એસએમએસ પણ મળે છે. વધારે ડેટાનો ઉપોયગ કરનારાઓને આ પ્લાન પસંદ આવશે.
ક્યો પ્લાન છે બેસ્ટ?
Jio, Airtel અને Vodafoneના તમામ 249 રૂપિયાવાળા પ્લાન વિશે અમે તમને જણાવ્યું, પરંતુ આ ત્રણેમાંથી ક્યો પ્લાન વેલ્યૂ ફોર મની છે, જાણો જાણીએ. અહીં પર વોડાફોનનો 249 રૂપિયાનો પ્લાન સૌથી બેસ્ટ છે કારણ કંપની પોતાના યૂઝર્સને રોજ 3 જીબી ડેટા આપે છે. સાથે જ કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ અને રોજ 100 એસએમએસ પણ આપે છે.