ડિજિટલ પેમેન્ટ પર 50 રૂપિયાની છૂટ
ગોલ્ડ બોન્ડ ખીદવા માટે ડિજિટલ પેમેન્ટ કરવા પર પ્રતિ ગ્રામ 50 રૂપિયાની છૂટ મળશે. આવા રોકાણકારો માટે બોન્ડની કિંમત 5067 રૂપિયા પ્રતિ ગ્રામ હશે. સરાકરે ગોલ્ડ બોન્ડને રિઝર્વ બેંક ભારત સરકાર માટે બહાર પાડે છે. દેશમાં સોનાની આયાત ઘટાડવા માટે સરાકરે નવેમ્બર 2015માં આ યોજના રજૂ કરી હતી. નાણાંકીય વર્ષ 2019-20માં રિઝર્વ બેંકે દસ તબક્કામાં કુલ 2316.37 કરોડ રૂપિાય એટલે કે 6.13 ટન ગોલ્ડ બોન્ડ બહાર પાડ્યા હતા.
સોવરિન ગોલ્ડ બોન્ડ યોજનામાં ભારતીય નાગરિકો, હિન્દુ અવિભાજિત પરિવારો, ટ્રસ્ટ, યુનિવર્સિટીઓ અને ચેરિટેબલ સંસ્થાઓ સોનાના બોન્ડ ખરીદી શકે છે. અહીં તમને જણાવી દઇએ કે સોવરિન ગોલ્ડ બોન્ડ આઠ વર્ષ માટે આપવામાં આવે છે. તો પાંચમા વર્ષ પછી રોકાણકારને આ બોન્ડ યોજનામાંથી બહાર નીકળવાનો વિકલ્પ મળે છે. આ ગોલ્ડ બોન્ડનું વેચાણ વેપારી બેન્કો, સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશનો, પોસ્ટ ઓફિસ અને સ્ટોક એક્સ્ચેંજ બીએસઈ અને એનએસઈ દ્વારા થાય છે.
સોવરિન ગોલ્ડ બોન્ડ વિશે જાણવા માટેની મુખ્ય બાબતો
- આ યોજના હેઠળ ન્યુનતમ રોકાણ 1 ગ્રામ છે.
- નાણાકીય વર્ષ (એપ્રિલ-માર્ચ) માં વ્યક્તિ દીઠ મહત્તમ રોકાણ 500 ગ્રામ છે.
- ગોલ્ડ બોન્ડ યોજના ડીમેટ અને પેપર ફોર્મમાં ઉપલબ્ધ છે.
- બોન્ડ્સ સ્ટોક એક્સચેંજ - એનએસઈ અને બીએસઈ દ્વારા વેચે છે.
- આ યોજનાનો કાર્યકાળ આઠ વર્ષનો છે, જેમાં 5 મી વર્ષથી બહાર નીકળવાના વિકલ્પો છે.
- લોન મેળવવા માટે ગોલ્ડ બોન્ડનો ઉપયોગ કોલેટરલ તરીકે થઈ શકે છે.
- ગોલ્ડ બોન્ડ ભારત સરકાર દ્વારા સમર્થિત છે, તેથી તે સાર્વભૌમ ગ્રેડ છે.
- રોકાણની કૂંમત પર 2.5 ટકા ગેરેન્ટેડ ફિક્સ વ્યાજ પણ મળે છે.
- બોન્ડનો ગાળો 8 વર્ષનો હોય છે અને 5માં વર્ષ બાદ પ્રીમેચ્યોર વિથડ્રોલ કરી શકાય છે.
- 3 વર્ષ બાદ તેના પર લોંગ ટર્મ કેપિટલ ગેન ટેક્સ લાગે છે.
- મેચ્યોરિટી સુધી રાખવા પર કેપિટલ ગેન ટેક્સ નહીં લાગે.