નવી દિલ્હીઃ ભારતમાં કાવાસાકીએ પોતાનુ દમદાર બાઇક લૉન્ચ કરી દીધુ છે. કાવાસાકી મૉટરે Kawasaki Vulcan S BS6ને 5.79 લાખ (એક્સ-શૉરૂમ, દિલ્હી)ની કિંમત પર લૉન્ચ કર્યુ છે. બીએસ 4 મૉડલની સરખામણીમાં Vulcan S BS6 હવે 30,000 મોંઘુ થઇ ગયુ છે.


બીએસ 6 કમ્પલેઇટ એન્જિનની ઉપરાંત ક્રૂઝર બાઇકમા એક નવુ મેટાલિક ફ્લેટ રૉ ગ્રીસ્ટૉન કલર પણ છે. બેસિકલી આ એક મેટાલિક ગ્રે કલર સ્કીમની સાથે છે, જેની ચારેય બાજુ રેડ એન્ડ બ્લેક કલરના બિટ્સ છે, આ એકમાત્ર કલરમાં જ બાઇક અવેલેબલ થશે. બાઇક પર સ્ટાઇલ અને ફિચર્સ પહેલા જેવા જ છે અને આના માટે બુકિંગ શરૂ થઇ ચૂકી છે.

આનુ બીએસ 6 કમ્પલેટ 649 સીસી પેરેલલ-ટ્વીન એન્જિન, લિક્વિડ કુલ્ડ છે, અને આ 7,500 આરપીએમ પર 60 બીએચપી બનાવે છે. જે પહેલા જેવી જ છે. પીક ટોર્ક આઉટપુર 6,600 આરપીએમ પર 63 એનએમથી 62.4 એનએમ સુધી આવી જાય છે. એન્જિનને પહેલાની જેમ 6 સ્પીડ ગિયરબૉક્સમાં જોડવામાં આવ્યુ છે. બાઇકનુ વજન 235 કિલોગ્રામ છે, અને ઇંધણ ટેન્કની ક્ષમતા પણ 14 લીટર છે.આ પહેલા જેવી જ છે. બાઇકની સીટની ઉંચાઇ 705 મીમી ઓછી છે.



કાવાસાકી બાઇકની ઓર્ગોફિટ સિસ્ટમ પણ છે. જ્યાં રાઇડરની પસંદગી અનુસાર હેન્ડલબાર અને ફૂટપેગની પૉઝિશન લઇ શકાય છે. કાવાસાકી બીએસ6 વુલ્કન એસ માટે અલગ સીટનુ ઓપ્શન આપી રહી છે.આમાં 41 એમએમના ટેલિસ્કૉપિક સસ્પેન્શન છે જે પહેલા જેવા છે. જે પહેલા જેવા છે. પાછળની બાજુએ 80 એમએમ એક ઓફ સેટ મોનોશૉક છે, ફ્રન્ટમાં ડ્યૂલ પિસ્ટનની સાથે સિંગલ 300 એમએમ ડિસ્ક બ્રેક છે જ્યારે પાછળના પૈડામાં સિંગલ પિસ્ટનની સાથે 250 એમએમ ડિસ્ક છે.