Kaynes Techonology India IPO: Kaynes Techonology ના IPO ને સ્ટોક એક્સચેન્જીસ પર જોરદાર તેજી સાથે લિસ્ટ થયો છે. કંપનીનો શેર નેશનલ સ્ટોક એક્સચેન્જમાં રૂ. 778 પર તેની ઈશ્યૂ કિંમતના 32 ટકા પ્રીમિયમ સાથે લિસ્ટ થયો છે. BSE પર, Kaynes Technologyના શેરે ₹775ના દરે લિસ્ટ થયો હતો. પરંતુ હાલમાં સ્ટોક તેની ઊંચી સપાટીથી નીચે આવ્યો છે અને હવે શેર 16 ટકાના વધારા સાથે રૂ. 680 પર ટ્રેડ કરી રહ્યો છે. આ લિસ્ટિંગ સાથે કંપનીની માર્કેટ મૂડી 3993 કરોડ રૂપિયા છે. Kaynes Techonologyએ IPOમાં રોકાણકારો પાસેથી રૂ. 587 પ્રતિ શેરના ભાવે નાણાં એકત્ર કર્યા હતા.
Kaynes Techonology ના IPO ને રોકાણકારો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો. IPO 34.16 વખત ઓવરસબ્સ્ક્રાઇબ થયો હતો. IPO 10 નવેમ્બરે ખુલ્યો હતો અને રોકાણકારો 14 નવેમ્બર સુધી IPO માટે અરજી કરી શકતા હતા. કંપનીએ IPOની પ્રાઇસ બેન્ડ રૂ. 559 થી રૂ. 587 નક્કી કરી હતી. લાયકાત ધરાવતા સંસ્થાકીય ખરીદદારોનો ક્વોટા 98.47 વખત સબસ્ક્રાઇબ થયો હતો. જ્યારે બિન-સંસ્થાકીય રોકાણકારોનો ક્વોટા 21.21 ગણો અને છૂટક રોકાણકારોનો ક્વોટા 4.09 ગણો સબ્સ્ક્રાઇબ થયો હતો.
Kaynes Techonology એ એન્કર ઇન્વેસ્ટર્સ પાસેથી રૂ. 257 કરોડ એકત્ર કર્યા છે. એન્કર રોકાણકારોને રૂ. 587ના ભાવે શેર ફાળવવામાં આવ્યા છે. એન્કર રોકાણકારોને કુલ 43.76 લાખ શેર ફાળવવામાં આવ્યા છે. આ એન્કર રોકાણકારોમાં નોમુરા, ગોલ્ડમેન સૅક્સ, એક્સિસ મ્યુચ્યુઅલ ફંડ, ICICI પ્રુડેન્શિયલ મ્યુચ્યુઅલ ફંડ, આદિત્ય બિરલા, ટાટા મ્યુચ્યુઅલ ફંડ, HDFC મ્યુચ્યુઅલ ફંડ અને વ્હાઇટઓક કેપિટલનો સમાવેશ થાય છે.
આઇપીઓ (IPO) દ્વારા કંપની દ્વારા એકત્ર કરાયેલા નાણાં દેવાની ચુકવણી તેમજ મૈસુર અને માનસીરની ઉત્પાદન સુવિધા અને કાર્યકારી મૂડીની જરૂરિયાતો પર ખર્ચવામાં આવશે. કંપની તેની બીજી કંપની કેનેસ ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ માટે નવી સુવિધા સ્થાપવા માટે પણ રોકાણ કરશે.
નાણાકીય વર્ષ 2021-22ની કમાણી પર કેનાસના શેરનો PE 82 ગણો છે. તેનો EV/EBIDTA 38 ગણો અને EV/વેચાણ 5 ગણો છે. નિષ્ણાંતોના મતે તાજેતરની વૃદ્ધિ, મજબૂત આવકની સંભાવના અને ઓટોમેશનની વધતી માંગને ધ્યાનમાં રાખીને સ્ટોકનું મૂલ્યાંકન વાજબી લાગે છે.